WHO પ્રમુખે કહ્યું- Covid 19 આખરી મહામારી નથી, આ તૈયારીઓ કરવી પડશે
WHO પ્રમુખે કહ્યું- Covid 19 આખરી મહામારી નથી, આ તૈયારીઓ કરવી પડશે
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે કોરોના વાયરસ આખરી મહામારી નથી. આગામી સમયમાં જો માનવ જાતિએ પર્યાવરણમાં બદલાવ અને પશુઓના કલ્યાણ વિશે વિચારવું શરૂ ના કર્યું તો તેમણે વધુ નવી મહામારીઓનો સામનો કરવો પડી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહૉનમે મહામારી આવી જવા પર પૈસા વહાવવાને ખતરનાક રૂપે અદૂરદર્શી ગણાવ્યું, તેમણે કહ્યું કે મહામારી આવવા પર આપણે પૈસા વહાવી રહ્યા છીએ અને આગામી સમય માટે કોઈ તૈયારી નથી કરી રહ્યા. તેમણે રવિવારે મહામારીની તૈયારીઓના આંદરરાષ્ટ્રીય દિવસે આપેલ એક વીડિયો સંદેશમાં આ વાતો કહી.
ટેડ્રોસે કહ્યું કે, આ સમય કોવિડ 19 મહામારીથી એક પાઠ ભણવાનો છે. જેને પગલે લાંબા સમયથી દુનિયા ગભરાહટ અને અપેક્ષાના ચક્રમાં ચાલી રહી છે. આપણે મહામારી પર પૈસા ફૂંકીએ છીએ અને જ્યારે આ વીતી જાય છે તો આપણે બધું ભૂલી જઈએ છીએ અને આગલી કોઈપણ બીમારીને રોકવા માટે કંઈ નથી કરતા. આ ખતરનાક રૂપે અદૂરદર્શી છે.
ટેડ્રોસે કહ્યું, "ઈતિહાસ આપણને જણાવે છે કે આ આખરી મહામારી નથી. મહામારી આપણા જીવનની સચ્ચાઈ છે. મહામારી આપણને જણાવે છે કે મનુષ્યના સ્વાસ્થ્ય, જીવો અને આ ધરતી વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. જો આપણે પર્યાવરણ સામે આવી રહેલા ખતરા પર ધ્યાન નહિ આપીએ તો આપણે પણ બરબાદ થઈ જશું."
કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદ દુનિયામાં અત્યાર સુધી 17.5 લાખ લોકોનું મોત થયું છે અને 8 કરોડથી વધુ લોકો આ મહામારીના કારણે સંક્રમિત થયા છે. હજુ પણ આ બિમારીનો પ્રકોપ શરૂ છે. કોરોનાનો પ્રથમ દર્દી ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાંથી સામે આવ્યો હતો.
ટેડ્રોસે કહ્યું કે કોરોના વાયરસ સંકટને આપણે આશ્ચર્યની જેમ ના જોવો જોઈએ બલકે આ વોર્નિંગની જેમ છે. પાછલા 12 મહિનામાં દુનિયામાં ઘણું ઉલટ પુલટ થયું છે. મહામારીની અસર આપણા સમાજ અને અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
