કોરોનાનો નવો વેરિઅન્ટ 'એરિસ' યુકેમાં ફેલાયો, વૈજ્ઞાનિકોએ કર્યા એલર્ટ, જાણો લક્ષણો, કેટલો છે ખતરનાક
The New Covid Variant 'Eris': લેટેસ્ટ અહેવાલ મુજબ કોરોનાનો નવો વેરિઅંટ એરિસ(Eris)બ્રિટનમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર સાતમાંથી એક સંક્રમિત આની ચપેટમાં માનવામાં આવી રહ્યો છે.
વિશેષજ્ઞોએ આ વેરિઅંટને Eris નામ આપ્યુ છે. જે ઓમિક્રૉન સ્ટ્રેનનો જ એક વેરિઅન્ટ છે. યુકેમાં એરિસ નામનો આ કોવિડ વેરિઅંટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

સંશોધકો દ્વારા EG 5.1 નામના એરિસ વેરિઅન્ટની સૌથી પહેલા જુલાઈમાં ઓળખ કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ યુકે સહિત તમામ દેશોને સતર્ક રહેવા અને કોવિડ સંબંધી યોગ્ય વર્તનને અનુસરવાની સલાહ આપી છે. સંશોધકોનું કહેવું છે કે વાઈરસમાં ચાલી રહેલા મ્યુટેશનને કારણે ગંભીર અથવા ચેપી પ્રકારોનું જોખમ સતત રહે છે, આપણે આ દિશામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
ડેઈલી સ્ટારના જણાવ્યા મુજબ 1 જુલાઈએ એક લાખ લોકોમાંથી 3.3ને કોવિડ હતો પરંતુ 29 જુલાઈએ તે વધીને 7.2 લોકો સુધી પહોંચી ગયો. જેના માટે આ નવો વેરિઅંટ એરિસ જવાબદાર છે. તે મેની શરુઆતમાં સામે આવ્યો હતો જો કે, હાલમાં આ વેરિઅંટને 'ચિંતાજનક' માનવામાં નથી આવી રહ્યો.
WHO એ હાલમાં આ વેરિઅન્ટને મોનિટરિંગ હેઠળ વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કર્યુો છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તે ઓમિક્રૉનનો સબ-વેરિઅન્ટ હોવાથી, તેનાથી ગંભીર રોગ થવાનું જોખમ ઓછું હોવાની અપેક્ષા છે, હાલમાં આ વેરિઅન્ટની પ્રકૃતિને સમજવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
એરિસ વેરિઅંટના મુખ્ય લક્ષણો ઓમિક્રૉન જેવા જ છે. જેમાં ગળામાં ખારાશ, નાક વહેવુ, બંધ નાક, છીંક આવવી, સૂકી ખાંસી, માથામાં દુઃખાવો, કફવાળી ખાંસી, સ્નાયુઓમાં દુઃખાવો, ગંધ આવવાની ક્ષમતા પ્રભાવિત થવાનો સમાવેશ થાય છે. જો કે, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ ન આવવી અને તાવ હવે મુખ્ય લક્ષણ નથી. હાલમાં દર્દીઓમાં ગંભીર રોગના લક્ષણો જોવા મળી રહ્યા નથી. જો કે, તેની સંક્રમકતા નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે, જે ચોક્કસપણે ચિંતાનો વિષય છે.
કોવિડ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ છેલ્લી વેક્સીન લગાવ્યાને હવે 18 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જેના પરિણામે સપ્ટેમ્બરમાં આ લહેર ઝડપથી ફેલાઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે વાયરસમાં હજુ પણ સતત મ્યુટેશન થઈ રહ્યું છે, જેના કારણે નવા વેરિઅન્ટ્સનું જોખમ રહેલું છે. તમામ દેશોએ કોરોનાના જોખમો અંગે સાવચેત રહેવાની જરૂર છે. સંક્રમણના કેસો ઓછા નોંધાઈ રહ્યા હોવા છતાં, નવા પ્રકારોના જોખમોને નકારી શકાય નહીં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
