આ શખ્સે 240 મહિલાને બનાવી રાખી હતી સેક્સ સ્લેવ, કરાવતો હતો આવું ગંદું કામ

આ શખ્સે 240 મહિલાને બનાવી રાખી હતી સેક્સ સ્લેવ, કરાવતો હતો આવું ગંદું કામ

નવી દિલ્હીઃ બ્રાઝિલ આમ તો ફુટબૉલ માટે ફેમસ છે પરંતુ હાલના દિવસોમાં સમાજને શર્મસાર કરતી એક ઘટનાને કારણે ચર્ચામાં છે. પોલીસે અહીંના 32 વર્ષના એક શખ્સને એવી કરતૂત કરવાના આરોપસર પકડ્યો છે જે જાણ્યા બાદ તમે પણ ચોંકી જશો. જી હાં, આ શખ્સે 240 મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રાખી હતી. એટલું જ નહિ, આ મહિલાઓને કેટલાય અજાણ્યા શખ્સો અને જાનવરો સાથે સંબંધ બનાવવા મજબૂર પણ કરતો હતો. આ રાક્ષસનું નામ છે રોની સ્કેલ્બ. અહીં જાણો સમગ્ર મામલો..

મહિલાઓને આવી રીતે ફસાવીને બનાવતો હતો સેક્સ સ્લેવ

મહિલાઓને આવી રીતે ફસાવીને બનાવતો હતો સેક્સ સ્લેવ

ન્યૂજ વેબસાઈટ ડેલી મેલના અહેવાલ મુજબ રોની સેલ્સ રિપ્રેજેન્ટેટિવ છે. આ ઉપરાંત તે એક ચર્ચનો ગ્રુપ લીડર પણ છે. પોલીસનું કહેવું છે કે 32 વર્ષીય આરોપીએ 11 રાજ્યોમાં ચાર વર્ષના સમયગાળા દરમિયાન મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો. રોનીએ ફેસબુક અને વૉટ્સએપ પર કેટલીય ફેક પ્રોફાઈલ બનાવી હતી. જેના દ્વારા તે ગર્લ્સ અને મહિલાઓનો સંપર્ક કરતો હતો. તેમને કહેતો હતો કે જો તે રોનીને ન્યૂડ તસવીર અને વીડિયો આપશે તો તેના બદલામાં તેને 2 લાખ રૂપિયા આપશે.

ન્યૂડ ફોટો મળ્યા બાદ બ્લેકમેલ કરતો હતો

ન્યૂડ ફોટો મળ્યા બાદ બ્લેકમેલ કરતો હતો

ન્યૂડ તસવીર હાંસલ કર્યા બાદ રોની મહિલાઓને બેંક ટ્રાન્સફરની ફેક રસીદ મોકલી આપતો હતો. જે બાદ તે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો અને મહિલાના મિત્રો તથા સંબંધીઓને તેના ફુટેજ મોકલવાની ધમકી આપતો હતો. પીડિત મહિલાઓને ધમકાવ્યા બાદ આરોપી તેમને ફોટો અને વીડિયો મોકલવા કહેતો હતો. એક પીડિતાએ જણાવ્યું કે તેની પાસેથી એક દિવસમાં આવી 20 તસવીરો માંગી હતી. કેટલીક મહિલાઓને મળવા બોલાવી આરોપીએ રેપ પણ કર્યો. જ્યારે કેટલીક મહિલાઓને અજાણ્યા શખ્સ તથા જાનવરો સાથે સંબંધ બનાવવા મજબૂર કરી.

કેટલીય મહિલાઓને સેક્સ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાવ્યા

કેટલીય મહિલાઓને સેક્સ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાવ્યા

જાણખારી મુજબ રોનીએ કેટલીય મહિલાઓને સેક્સ કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કરાવ્યા હતા. આ કોન્ટ્રાક્ટમાં લખ્યું હતું કે મહિલા ક્યારેય તેના પર રેપનો આરોપ નહિ લગાવે અને જ્યારે ઈચ્છશે ત્યારે શારીરિક સંબંધ બાંધી શકશે. કોન્ટ્રાક્ટના હિસાબે તે મહિલાઓ સાથે જે ઈચ્છે તે કરી શકે છે. ખુદની ખુશ કરવા માટે તે મહિલાઓને ખરાબ રીતે મારી પણ શકે છે. પોલીસે 11મી ઓક્ટોબરે રોનીની ધરપકડ કરી લીધી હતી. રોનીના ઘરેથી પોલીસે લેપટોપ, ટેબલેટ અને યૌન વેશભૂષાનું વિવરણ આપતાં દસ્તાવેજો જપ્ત કર્યાં.

જાણો આરોપીએ શું કહ્યું

જાણો આરોપીએ શું કહ્યું

રોનીએ કેટલીય નાબાલિગ છોકરીનું પણ શોષણ કર્યું. રોની હાલ પોલીસની કસ્ટડીમાં છે. આરોપીએ કહ્યું કે 'મેં કંઈ ખોટું નથી કર્યું. તેણે એકેય મહિલાનો રેપ નથી કર્યો. રોનીએ કહ્યું કે, જ્યારે તમે રેપની વાત કરો છો તો તમે હિંસા જેવી ચીજ ઈમેજિન કરો છો. મેં ક્યારેય કોઈ સાથે આવું નથી કર્યું, હું નિર્દોષ છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X