Syphilis Virus : જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો જાતિય રોગ, જાણો શું છે સિફિલિસ વાયરસ?
Syphilis Virus : છેલ્લા કેટલાક સમયથી એક પછી એક નવા વાયરસ લોકોમાં ફેલાઈ રહ્યાં છે. આ વાયરસના કારણે લોકોના જીવ જઈ રહ્યાં છે. હવે આવો જ એક વાયરસ જાપાનમાં હંગામો મચાવી રહ્યો છે.
સમાચારો અનુસાર, જાપાનના મોટા શહેરોમાં સિફિલિસ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજધાની ટોક્યોમાં અત્યાર સુધીમાં આ બીમારીના 2500 થી વધુ કેસ નોંધાયા છે.

જાતીય સંપર્ક દ્વારા ફેલાતા આ રોગના લગભગ 70 ટકા કેસ પુરુષોમાં છે. આ વાયરસ 20 થી 50 વર્ષની વયજૂથના પુરુષો તેમજ 20 થી 30 વર્ષની વયજૂથની મહિલાઓને ચેપ
લગાવી રહ્યો છે.
સૌથી ગંભીર બાબત એ છે કે નવજાત શિશુઓ પણ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ટોક્યો સરકારે લોકોને વિનંતી કરી છે કે જો કોઈ લક્ષણો દેખાય તો તરત જ પોતાની તપાસ કરાવો અને યોગ્ય સારવાર કરાવો જેથી આ રોગના કેસોને વધતા અટકાવી શકાય.
સિફિલિસ વાયરસ શું છે?
સિફિલિસ વાયરસ ટ્રેપોનેમા પેલીડમ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાતો વાયરસ છે, તે એક જાતીય સંક્રમિત રોગ છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંભોગ દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
સિફિલિસ વાયરસના લક્ષણો
પ્રાથમિક સિફિલિસમાં ચેપગ્રસ્ત વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ, મોં, જીભ અથવા બગલ પર ઘા અથવા પિમ્પલ હોય છે, જેનાથી દુખાવો થતો નથી. પછીના તબક્કામાં ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે, લસિકા ગાંઠો ફૂલે છે, તાવ સાથે નબળાઇ આવે છે અને વ્યક્તિના વાળ ખરવા લાગે છે.
ગંભીર કિસ્સાઓમાં તે હૃદય, મગજ અને રક્ત કોશિકાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. તેના કોઈપણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ગંભીર અસર કરી શકે છે.
સિફિલિસ મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે, જ્યારે તે જન્મ સમયે હાજર હોય ત્યારે નવજાત શિશુમાં ફોલ્લીઓ અને અસામાન્યતાઓનું કારણ બને છે. ચેપગ્રસ્ત બાળકોમાં થોડા વર્ષો દરમિયાન આંખમાં સોજો અને સાંભળવાની ખોટ જેવા લક્ષણો વિકસી શકે છે, ભલે તેઓ નાની ઉંમરે કોઈ લક્ષણો ન બતાવે.
જો સિફિલિસની સમયસર સારવાર ન કરવામાં આવે તો મગજ અને હૃદયમાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જો કોઈ સગર્ભા મહિલા આ વાયરસથી સંક્રમિત થાય છે તો બાળકનો સમય પહેલા જન્મ, જન્મ સમયે મૃત્યુ અને બાળકનું વજન ઓછું હોવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
