બાંગ્લાદેશમાં પહેલીવાર કોઇ હિન્દુ બન્યો મુખ્ય ન્યાયાધીશ
ઢાકા, 12 જાન્યુઆરી: ન્યાયમૂર્તિ સુરેન્દ્ર કુમાર સિન્હાને બાંગ્લાદેશના પ્રધાન ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ આ મુસ્લીમ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહેલા હિન્દુ ન્યાયાધીશ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદે શ્રેષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ સિન્હાને મુખ્ય ન્યાયાધીશ તરીકે વરાયા છે. તેમના કાર્યકાળ ત્રણ વર્ષથી થોડા વધારે સમય સુધીનું રહેશે. તેઓ દેશના પ્રધાન ન્યાયાધીશ બનનારા પહેલા બિન-મુસ્લિમ છે.
વિધિ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 64 વર્ષીય સિન્હા 17 જાન્યુઆરીના રોજ આ કાર્યભાર સંભાળશે. તેઓ બાંગ્લાદેશના 21માં પ્રધાન ન્યાયાધીશ બનશે. હાલના પ્રધાન ન્યાયાધીશ મુઝમ્મિલ હુસૈન 16 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની ઉંમર 67 વર્ષની છે. સિન્હા બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની હત્યા અને સંવિધાનના પાંચમાં અને 13માં સંશોધન સહિત ઘણા અન્ય ચર્ચિત મામલામાં ઐતિહાસિક નિર્ણય સંભળાવી ચૂક્યા છે. તેઓ પાકિસ્તાનની વિરુદ્ધ દેશના 1971ના મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલ અપરાધિક મામલાની સુનાવણી માટે અપીલીય ન્યાયાધીશ પણ છે.

ન્યાયમૂર્તિ સિન્હા તે પીઠનો પણ ભાગ હતા, જેણે બંગબંધુ હત્યા મામલામાં અરજીની સુનાવણી કરી હતી. પ્રધાન ન્યાયાધીશના રૂપમાં સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષોનો રહેશે અને તે 2018ના પ્રારંભમાં સેવાનિવૃત્ત થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
