South Korea Plane crash : સાઉથ કોરિયામાં 181 લોકોને લઈને જઈ રહેલુ પ્લેન ક્રેશ, ખૌફનાક વીડિયો સામે આવ્યો
South Korea Plane crash Video : હાલમાં જ અઝરબૈઝાન એરલાઈનનું એક પ્લેન ક્રેશ થયુ હતું. હવે વધુ એક વિમાન સાઉથ કોરિયામાં ક્રેશ થયુ છે.
અહેવાલો અનુસાર, 181 યાત્રીઓ સાથે જઈ રહેલુ વિમાન લેન્ડિગ સમયે રન વે ઉપરથી ઉતરી ગયુ અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં હજુ સુધી માત્ર 2 લોકોનો બચાવ થયો છે અને 85 લોકોના મૃતદેહ મળ્યા છે.

આ અકસ્માત દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાયો. પ્લેન જેજુ એરવેઝનું હતું અને બોર્ડમાં 175 મુસાફરો અને છ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા. પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું.
અહેવાલો અનુસાર, બે લોકો સિવાય તમામ લોકોના મોતની આશંકા છે. 2 લોકોને જીવતા બચાવી લેવાયા છે. સમાચાર એજન્સી રોયટર્સે એરપોર્ટ પર ફાયર અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 33 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ આ સંખ્યા અંતિમ નથી. અત્યાર સુધીમાં 85 લોકોના મોત થયા છે.
યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઇને જતું જેજુ એરનું વિમાન ક્રેશ થયું છે, જેમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે.
बेहद दुखद खबर
— Adv Jony Ambedkarwadi 🇮🇳 (@TheJonyVerma) December 29, 2024
साउथ कोरिया में भयानक विमान हादसा , लैंडिंग के वक्त हुआ हादसा विमान में कुल 175 यात्री और 6 क्रू सवार थे...
अब तक 179 लोगो की मौत हो चुकी है ।
RIP 😭 💔 #SouthKorea #PlaneCrashes#FlightCrash #SouthKoreaPlaneCrash pic.twitter.com/qjAB9Kb0NY
અધિકારીઓએ જણાવ્યું કે, બેંગકોકથી ઉડાન ભરેલું પ્લેન સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 વાગ્યે દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે રનવે પરથી સરકી ગયું અને વાડ સાથે અથડાયું હતું.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો અને વિડિયોમાં જોવા મળે છે કે વિમાનમાં આગની જ્વાળાઓ ફેલાઈ અને ધુમાડાના ગોટેગોટા પ્લેનના ભાગોમાં ફેલાઈ ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
