કોરોનાનો કહેરઃ સિંગાપોરે પણ ઘોષિત કર્યુ લૉકડાઉન 2.0, હવે 1 જૂન સુધી બધુ રહેશે બંધ
સિંગાપુરમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે જેના કારણે ત્યાંની સરકારે લૉકડાઉનને 4 સપ્તાહ માટે લંબાવી દીધુ છે.
આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરમાં વાયરસના કારણે 1 લાખ 70 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 24 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. સિંગાપુરમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે જેના કારણે ત્યાંની સરકારે લૉકડાઉનને 4 સપ્તાહ માટે લંબાવી દીધુ છે.

વિશ્વના મુખ્ય બંદરો અને વેપારી કેન્દ્રોમાંની એક સિંગાપુર પોતાની સુંદરતા માટે પ્રવાસીઓ વચ્ચે હંમેશાથી આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. પરંતુ વર્ષ 2020માં કોરોના વાયરસે ઘણા દેશોને તાળા લગાવી દીધા છે જેમાંથી એક સિંગાપુર પણ છે. અહીં અત્યાર સુધી કોરોના વાયરસા કુલ 9,125 કેસોની પુષ્ટિ થઈ છે અને મહામારીથી 11 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં 1,111 નવા કેસ સામે આવ્યા બાદ ત્યાંની સરકારે હવે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.
સિંગાપુરના પ્રધાનમંત્રી લી હસિયન લુંગ ને એ કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે હવે લૉકડાઉનને 4 સપ્તાહ માટે લંબાવી દીધુ છે કે જે 1 જૂન, 2020 સુધી લગુ રહેશે. આ પહેલા દેશમાં સ્કૂલ અને મોટાભાગના કાર્યસ્થળોને 7 એપ્રલિથી 4 મે સુધી બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સિંગાપુરમાં સમે આવેલા નવા કેસોમાં ઘણા ભારતીય સહિત વિદેશી કામદારો શામેલ છે. કોવિડ-19ના વધતા કેસોને જોતા વિદેશી કામદારોના 18 ડૉરમેન્ટ્રીને પૃથક ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના પ્રમુખે કોરોના વાયરસ મહામારી વિશે ચેતવણી આપતા કહ્યુ છે કે આનાથી પણ ખરાબ સમય આવવાનો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
