સિલ્વિયો બર્લુસ્કોનીને સેક્સ કેસમાં સાત વર્ષની સજા

આ સાથે અલાદતે બર્લુસ્કોનીને સત્તાનો દુરુપયોગ કરવા માટે દોષિત ઠેરવતા તેમને કોઇ પણ પ્રકારના જાહેર પદ ગ્રહણ કરવા માટે અયોગ્ય અને પ્રતિબંધિત ઠેરવી દીધા છે. ન્યાયાધીશોએ બર્લુસ્કોનીને ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલા અનુરોધને પગલે વધારે સજા સંભળાવી છ. ફરિયાદી પક્ષે 76 વર્ષના બર્લુસ્કોનીને ઓછામાં ઓછી 6 વર્ષની સજા કરવાની માંગ કરી હતી.
બર્લુસ્કોનીના વકીલ નિક્કોલો ગેદિનીએ સજા સંભળાવવામાં આવી તે પછી જણાવ્યું કે આ સજા સંપૂર્ણ રીતે ન્યાય વિરુદ્ધ છે. ન્યાયાધીશોએ ફરિયાદી પક્ષના કહેવાથી વધારે સજા ફરમાવી છે. આ દરમિયાન કોર્ટ રૂમમાં હાજર દેખાવકારોના એક જૂથે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
બર્લુસ્કોનીને સજા સંભળાવવામાં આવી તે સાથે જ તેમના પર છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી સુનવણીનો અંત આવ્યો હતો. આ સજા ત્યાં સુધી મુલતવી રહેશે જ્યાં સુધી તમામ અપીલોની સુનવણી કરવામાં નહીં આવે. આ પ્રક્રિયામાં અનેક વર્ષોનો સમય લાગવાની શક્યતા છે. બર્લુસ્કોનીની ઉંમરને જોતા એવી શક્યતા ઓછી છે કે તેઓ ક્યારેય જેલની ઓરડી જોશે. કારણ કે ઇટાલીમાં 70 વર્ષની વયથી વધારેની વ્યક્તિઓ માટે સજાની જોગવાઇઓમાં ઉદારતા રાખવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
