અમેરિકાના કેલિફૉર્નિયા સ્થિત ચર્ચમાં ગોળીબાર, ઘણા લોકો ઘાયલ, એકનુ મોત
અમેરિકામાં આજે ફરીથી ગોળીબારની ઘટના સામે આવી છે.
કોલિફૉર્નિયાઃ અમેરિકામાં આજે ફરીથી ગોળીબારની ઘટના સામે આવી છે. કેલિફૉર્નિયાના લગૂના વુડ્ઝ સ્થિત જેનેવાલ પ્રેસ્બિટેરિયન ચર્ચામાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ઘણા લોકોને ગોળી વાગી છે ઑરેન્જ કાઉન્ટી શેરિફ ડિપોર્ટમેન્ટે ગોળીબારના સમાચાર આપીને જણાવ્યુ કે અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી હથિયાર જપ્ત કર્યા છે. સંભવ છે કે આ જ વ્યક્તિ ગોળીબારમાં શામેલ હોય. આ ગોળીબારમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. જ્યારે એક વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે.

ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગે ટ્વિટર પર ટ્વીટ કરીને આ ઘટનાની માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચાર પીડિતો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. પ્રશાસને જણાવ્યું કે અમને લગભગ 1.26 વાગ્યે ઈમરજન્સી ફોન દ્વારા આ ઘટનાની જાણકારી મળી ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને એક વ્યક્તિની ધરપકડ કરી. અમને તેની પાસેથી એક હથિયાર મળ્યું છે. શક્ય છે કે આ વ્યક્તિ ફાયરિંગમાં સામેલ હોય. ઘટના બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વાહનો ચર્ચની બહાર આવી પહોંચ્યા હતા. કેલિફોર્નિયાના ગવર્નર ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
