પતિથી છૂટાછેડાની ખુશીમાં પાર્ટી રાખી અને વેઈટરના પ્રેમમાં પડી, ફિલ્મી છે આ મહિલાની લવસ્ટોરી!
સંબંધથી છૂટા પડ્યા બાદ નવા જીવનની શરૂઆતની ઉજવણી કરવાનો પ્રસંગ હતો. પતિથી છૂટાછેડા લીધા પછી આ મહિલાએ વિચાર્યું કે કેમ ન જીવનની નવી શરૂઆત તેના મિત્રો સાથે ઉજવવામાં આવે.
મેલબોર્ન : સંબંધથી છૂટા પડ્યા બાદ નવા જીવનની શરૂઆતની ઉજવણી કરવાનો પ્રસંગ હતો. પતિથી છૂટાછેડા લીધા પછી આ મહિલાએ વિચાર્યું કે કેમ ન જીવનની નવી શરૂઆત તેના મિત્રો સાથે ઉજવવામાં આવે. પાર્ટી રાખવામાં આવી હતી. ખાવા-પીવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ મહિલાએ વિચાર્યું ન હતું કે તે એજ જ પાર્ટીમાં આવી ગયેલી એક વ્યક્તિના પ્રેમમાં પડી જશે, જેની સાથે તેનો કોઈ સંબંધ ન હતો. વાસ્તવમાં મહિલાએ પાર્ટી માટે વેઈટર રાખ્યો હતો અને મહિલાને આ વેઈટર સાથે પ્રેમ થઈ ગયો.

આ રીતે શરૂ થઈ લવ સ્ટોરી
મામલો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નનો છે જ્યાં આ વિચિત્ર પ્રેમની અદભુત કહાની સામે આવી છે. ગેબ્રિએલા લેન્ડોલ્ફી નામની આ મહિલાએ જ્યારે તેના પતિથી છૂટાછેડા લીધા ત્યારે તેને આશા નહોતી કે આટલી જલ્દી કોઈ તેના જીવનમાં પ્રવેશ કરશે. સમાચાર મુજબ, મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા પછી ઘરે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું અને પાર્ટીમાં મહેમાનોને ભોજન પીરસવા માટે જોન નામના વેઈટરને રાખ્યો.

મેસેજમાં લખ્યું હતું- પાર્ટી પછી તમે ઠીક છો?
મસ્તી પછી પાર્ટી પૂરી થઈ અને બધા મહેમાનો પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા. બીજા દિવસે જ્યારે ગેબ્રિએલા જાગી ત્યારે તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું- પાર્ટી પછી તમે ઠીક છો? જ્યારે ગેબ્રિએલાએ જવાબમાં મેસેજ મોકલનારનું નામ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે એ જ વેઈટર હતો જેને તેણે રાખ્યો હતો. અને અહીંથી બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો.

ક્યારેય વિચાર્યું ન હતું કે..
ફોન પર વાતચીત પછી ગેબ્રિએલા અને જ્હોન વારંવાર મળવા લાગ્યા અને લગભગ એક મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગેબ્રિએલાએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય તેની સાથે રિલેશનશિપમાં રહીશ, પાર્ટી માટે મેં જે ટોપલેસ વેઈટરને રાખ્યો હતો તેની સાથે લગ્ન કરવા તો દુર પરંતુ જ્યારે હું ધીમે ધીમે તેને ઓળખવા લાગી ત્યારે મને ખબર પડી કે તે કેવો અદ્ભુત વ્યક્તિ છે.

આજે સૌથી સુંદર પરિવાર છે
ગેબ્રિએલાએ આગળ કહ્યું કે, જ્યારે મેં પહેલીવાર જ્હોનને જોયો ત્યારે મેં અલગ રીતે વિચાર્યું, પરંતુ આજે મારી પાસે સૌથી સુંદર કુટુંબ છે. આ માર્ચ 2019ની વાત છે, જ્યારે મેં મારા પતિથી છૂટાછેડા લીધા હતા. મને ખબર ન હતી કે છૂટાછેડાની ઉજવણી માટે બોલાવવામાં આવેલી પાર્ટીની એ ક્ષણો મારા જીવનને હંમેશ માટે બદલી નાખશે.

ગયા પછી હું તમને મેસેજ કરીશ
આ લવ સ્ટોરી વિશે ગેબ્રિયલાએ કહ્યું, છૂટાછેડા પછી હું ખુશ હતી, એ વિચારીને સારું લાગ્યું કે હવે હું મુક્ત છું. મને એ પણ યાદ નથી કે હું પાર્ટી દરમિયાન જ્હોન સાથે વધુ વાત કરી શકી હતો, હા, પણ મને યાદ છે કે તેણે કહ્યું હતું કે ગયા પછી તે બીજા દિવસે મને મેસેજ કરશે. હું તેને જોઈને હસી પડી, અને તેથી જ જ્યારે બીજા દિવસે તેનો મેસેજ આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું.

રિયાલ્ટો ટાવર પર લગ્ન માટે પ્રપોઝ કર્યું
ગેબ્રિએલાએ આગળ કહ્યું, જ્યારે અમે મળવાનું શરૂ કર્યું, અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા. એપ્રિલ 2019 માં, અમે બંને રિલેશનશિપમાં આવ્યા અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આ પછી જ્હોને મને મેલબોર્નના રિયાલ્ટો ટાવરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું અને મને હા પાડતાં વાર ન લાગી. અને આજે સાથે છીએ.












Click it and Unblock the Notifications
