ભારતીય મુળના ષણમુગરત્નમ સિંગાપોરના રાષ્ટ્રપતિ બન્યા, 70 ટકા મતોથી ચૂંટણી જીતી
એક તરફ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મુળના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને ઈંગ્લેન્ડની સત્તા પર એક ભારતીયનો કબ્જો છે ત્યારે હવે સિંગાપોરમાં પણ રાષ્ટ્રપતિની ખુરશી પર એક ભારતીય સવાર થયા છે.
અહેવાલો અનુસાર, ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. સ્થાનિક ચૂંટણી પ્રસાશનની જાહેરાત અનુસાર, ષણમુગરત્નમ 70.4 ટકા વોટ સાથે ચૂંટણી જીત્યા છે.

સિંગાપોરમાં નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સિંગાપોરના 27 લાખથી વધુ લાયક મતદારોએ મત આપ્યા હતા. જે બાદ મતગણતરી હાથ ધરાઈ હતી.
આ ચૂંટણીમાં 66 વર્ષીય થર્મન ષણમુગરત્નમ અને અન્ય બે ઉમેદવારો રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા. આ રેસમાં એનજી કોક સોંગ જે રાજ્યની માલિકીની કંપનીના ભૂતપૂર્વ નિવેશ વડા અને ટેન કિન લિયાન જે રાજ્યની માલિકીની વીમા કંપનીના ભૂતપૂર્વ વડા હતા તે હતા.
થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે અને તે શિક્ષણ અને નાણામંત્રીના હોદ્દા પણ સંભાળી ચૂક્યા છે. 2001માં સિંગાપોરની રાજનીતિમાં પ્રવેશેલા ષણમુગરત્નમે બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટી સાથે જાહેર ક્ષેત્ર અને મંત્રી પદ સંભાળ્યું છે.
જણાવી દઈએ કે, સિંગાપોરના હાલના પ્રેસિડેન્ટ હલીમાહ યાકુબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. તે દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહી છે. સિંગાપોરમાં 2017ની પ્રમુખપદની ચૂંટણી એક અનામત ચૂંટણી હતી, જેમાં માત્ર મલય સમુદાયના સભ્યોને જ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
