અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પર સીનેટમાં સુનાવણી શરૂ, થશે ફેસલો
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પર સીનેટમાં સુનાવણી શરૂ, થશે ફેસલો
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકી સેનેટમાં ગુરુવારે મહાભિયોગનું ઐતિહાસિક ટ્રાયલ શરૂ થયું છે. સેનેટ અમેરિકી કોંગ્રેસનું ઉચ્ચ સદન છે. આ પ્રક્રિયામાં અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ વ્હાઈટ હાઉસમાં રહેશે કે પોતાના પદેથી રાજીનામું આપવું પડશે તે નક્કી થશે. ટ્રમ્પ, અમેરિકી ઈતિહાસના ત્રીજા એવા પ્રેસિડેન્ટ છે જેમણે મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ એન્ડ્ર્યૂ જૉનસન અને બિલ ક્લિંટને પણ મહાભિયોગથી પસાર થવું પડ્યું હતું. જો કે હજુ સુધી પ્રેસિડેન્ટે મહાભિયોગને કારણે ખુરશી છોડવી પડી નથી.

પ્રતિનિધિ સભા તરફથી સેનેટને પ્રસ્તાવ
ગુરુવારે ચીફ જસ્ટિસ જૉન ગ્લોવર રૉબર્ટ્સ જૂનિયરે આરોપ વાંચ્યા. અગાઉ નિચલા સદન એટલે કે પ્રતિનિધિ સભામાં થયેલ મતદાન દરમિયાન સેનેટમાં પ્રસ્તાવ મોકલવાના પક્ષમાં 228 વોટ પડ્યા જ્યારે 193 સાંસદોએ તેના વિરોધમાં મતદાન કર્યું. સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું બહુમત છે જ્યારે પ્રસ્તાવ પાસ થવાની સંભાવના બહુ ઓછી છે. પ્રતિનિધિ સભાના પ્રબંધકોએ સેનેટના એક કર્મચારીને લીલા ફોલ્ડરમાં આ પ્રસ્તાવ સોંપ્યો જેને સેનેટમાં બહુમત દળના નેતા મિચ મેકકૉનેલે પ્રબંધકોને સેનેટમાં બોલાવ્યા. તેઓ હવે ટ્રમ્પ પર લગાવવામાં આવેલ આરોપોને ઔપચારિક રૂપે વાંચશે. સેનેટે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મોકલતા પહેલા પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીએ આરોપો પર સાઈન કર્યા. પેલોસીએ કહ્યું કે, અમારા માટે આ એક દુખદ અને અતિ ત્રાસદીપૂર્ણ છે કે પ્રેસિડેન્ટે રાષ્ટ્રીય સુરક્ષાને કમજોર કરવા, પોતાના પદની શપથનું ઉલ્લંઘન કરવા અને ચૂંટણીની સુરક્ષાને ખતરામાં નાખવાના પગલાં ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે, આજે અમે ઈતિહાસ બનાવશું. આના પર પ્રેસિડેન્ટને જવાબદાર ઠેરવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
