Russia Ukraine Conflict : પુતિને યુક્રેનમાં આ યુદ્ધ પસંદ કર્યું, તેના પરિણામ રશિયા ભોગવશે : જો બાઇડન
રાષ્ટ્રને સંબોધતા જો બાઇડને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ પસંદ કર્યું છે અને હવે તેનું પરિણામ દેશને ભોગવવું પડશે. અમે સાથે મળીને G 7 દેશો રશિયાને જવાબ આપીશું.
Russia Ukraine Conflict ( 25 ફેબ્રુઆરી ) : યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ દરમિયાન ગુરુવારની રાત્રે, અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયા પર વધુ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.

રાષ્ટ્રને સંબોધતા જો બાઇડને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ પસંદ કર્યું છે અને હવે તેનું પરિણામ દેશને ભોગવવું પડશે. અમે સાથે મળીને G 7 દેશો રશિયાને જવાબ આપીશું. VTB સહિત રશિયાની વધુ 4 બેંક પર પ્રતિબંધો લાદવામાં આવશે. યુએસ અને તેના સાથી દેશો ચાર મુખ્ય રશિયન બેંકની સંપત્તિને અવરોધિત કરી રહ્યા છે અને નિકાસ પ્રતિબંધો લાદી રહ્યા છે.
જો બાઇડને કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો સુનિયોજિત છે. તાજેતરના પ્રતિબંધોને કારણે આજે રશિયન શેરબજાર ઘટ્યું હતું. પ્રતિબંધોની અસર મોડી છે, પરંતુ મજબૂત છે અને તે રશિયા દ્વારા અનુભવાશે. અમેરિકામાં તેમની દરેક મિલકત શીલ કરવામાં આવશે. અમે રશિયન હાઇટેક આયાતમાં ઘટાડો કરીશું. રશિયા હવેથી ડોલર, પાઉન્ડ, યુરો વગેરેમાં તેનો કારોબાર કરી શકશે નહીં. હવેથી અમે આવા નિયંત્રણો લાદવા જઈ રહ્યા છીએ.
બાઇડને જણાવ્યું હતું કે, પુતિન આક્રમક છે, પુતિને આ યુદ્ધ પસંદ કર્યું અને હવે તે અને તેમના દેશને પરિણામ ભોગવવા પડશે. અમારી સેના યુક્રેનમાં યુદ્ધ નહીં કરે. અમે તમામ નાટો દેશોને સમર્થન આપીશું. આ આપણા બધા માટે ખતરનાક સમય છે. નિકાસ નિયંત્રણો રશિયાની અડધાથી વધુ હાઇ-ટેક આયાત બંધ થઈ જશે. અમે રશિયાના સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ.
આ સાથે બાઇડને જણાવ્યું હતું કે, યુએસ અને તેના સાથી દેશો ચાર મોટી રશિયન બેંકની સંપત્તિને અવરોધિત કરી રહ્યા છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ઓઈલ કંપનીઓ કિંમતમાં વધારો નહીં કરે. જો જરૂર પડશે તો અમેરિકા વધારાના બેરલ તેલ છોડશે, અમે સ્વતંત્રતા માટે ઊભા છીએ.
આ સાથે બાઇડને સ્પષ્ટ કર્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. તે ભૂતપૂર્વ સોવિયત સંઘને પુનઃસ્થાપિત કરવા માગે છે. મને લાગે છે કે, તેમની મહત્વાકાંક્ષા આ ક્ષણે આપણે જ્યાં છીએ તેના બરાબર વિરુદ્ધ છે.
આ ઉપરાંત બાઇડને જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયન સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા માટે નાટોને મજબૂત કરવા માટે યુએસ જર્મનીમાં વધારાના દળો તૈનાત કરી રહ્યું છે. અમેરિકી સૈન્ય નાટોના પ્રદેશના દરેક ઇંચની સંપૂર્ણ શક્તિ સાથે રક્ષણ કરશે. જો બાઇડનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારત યુનાઇટેડ સ્ટેટ્સની સાથે છે, ત્યારે તેમણે કહ્યું, અમે આજે ભારત સાથે ચર્ચા વિચારણા કરવા જઇ રહ્યા છીએ, હજૂ સુધી તેનો કોઇ ઉકેલા આવ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
