છુટાછેડાના 2 વર્ષ બાદ પુતિને કહ્યું, Yes I am in Love
મોસ્કો, 20 ડિસેમ્બર: રૂસના રાષ્ટ્રપતિ 60 વર્ષીય બ્લાદીમિર પુતિન નિ:સંદેહ દુનિયાના સૌથી તાકતવર નેતા છે અને તે આખી દુનિયામાં યુવાનોની વચ્ચે એક અલગ જ આદર્શ તરીકે જાણીતા છે. એવા આદર્શ જેને કંઇપણ કરવામાં અને કહેવામાં કોઇનો ડર રહેતો નથી અને જે દરેક વાત પોતાના આત્મવિશ્વાસથી કહે છે.
દુનિયાની સામે સ્વિકારી રિલેશનશિપની વાત
હવે બ્લાદીમિર પુતિને આખી દુનિયાની સામે નિસંકોચપણે એ વાતની જાહેરાત કરી દિધી છે કે તે અત્યારે પ્રેમમાં છે અને રિલેશનશિપમાં છે. જો કે બ્લાદીમિર પુતિને હજુ સુધી તે વ્યક્તિના નામનો ખુલાસો કર્યો નથી, જેની સાથે તે પોતાની જીંદગીના સુંદર સપના નિહાળી રહ્યાં છે. બ્લાદીમિર પુતિનનું નામ બે વર્ષોથી રૂસના જિમનાસ્ટ એલિના કબાએવાની સાથે જોડવામાં આવી રહ્યું છે.

પુતિનની જીંદગીમાં ફરીથી પાછો ફર્યો પ્રેમ
બ્લાદીમિર પુતિને લગભગ બે વર્ષ પહેલાં પોતાની પત્ની લ્યૂડમિલાની સાથે છુટાછેડા થયા હતા અને તે ત્યારથી બેચરલ જીંદગી જીવી રહ્યાં છે. 30 વર્ષો બાદ પોતાનું લગ્નજીવન ખતમ કરી દેનાર બ્લાદીમિર પુતિન હંમેશા જ પોતાની પ્રાઇવેટ લાઇફને છુપાવીને રાખવામાં માહિર ગણવામાં આવે છે.
તેમની અંગત જીંદગી વિશે રૂસમાં પણ કોઇ વધુ જાણતું નથી. બ્લાદીમિર પુતિને પોતાના રિલેશનશિપની વાતને ગુરૂવારે તે સમયે બધાની સામે લાવીને રાખી દિધી જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેમની પાસે 'અપોઝિટ સેક્સ' માટે ટાઇમ છે? આ મુદ્દે તેમણે જવાબ આપ્યો કે 'હું તમને જણાવી દઉ કે હું 'અપોઝિટ સેક્સ'ને પુરતો સમય આપી રહ્યો છું.'
બ્લાદીમિર પુતિને એક સમારોહમાં મીડિયાને જવાબ આપ્યો કે યૂરોપથી આવેલા તેમના એક મિત્રએ તેમને પ્રશ્ન કર્યો કે 'ગત એક વર્ષમાં શું થયું છે? શું તમારી જીંદગીમાં પ્રેમ પરત આવ્યો છે.''
તેના પર બ્લાદીમિર પુતિને પોતાના મિત્રને જવાબ આપ્યો કે હાં હું કોઇને પ્રેમ કરું છું અને બદલામાં તે પણ મને પ્રેમ કરે છે. તો બીજી તરફ જ્યારે એલિનાને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે નારાજ થઇ ગઇ અને તેમણે મીડિયાને પોતાની હદમાં રહેવાની સલાહ આપી દિધી હતી.
રૂસના મોસ્ટ એલીજિબેલ બેચરલ
બ્લાદીમિર પુતિનનું માનીએ તો અને તેમની પૂર્વ પત્ની લ્યૂડમિલા આજે પણ સારા મિત્રો છે. બ્લાદીમિર પુતિનને રૂસના મોસ્ટ એલીજિબલ બેચરલ ગણવામાં આવે છે. બ્લાદીમિર પુતિનની છબિ દુનિયામાં એક તાકતવર નેતાની છે. તે એક એવા દેશનું નેતૃત્વ કરી ચૂક્યાં છે જે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે.
ગત કેટલાક વર્ષો દરમિયાન બ્લાદીમિર પુતિન દુનિયામાં યુવાઓના નવા આદર્શ તરીકે સામે આવ્યા છે. જ્યારે તે થોડા દિવસો પહેલાં જી20 સમિટને અધવચ્ચે છોડીને જતા રહ્યા તો ભારતની સાથે સાથે એશિયાના યુવાનોના મોટા વર્ગે બ્લાદીમિર પુતિનના વખાણ કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
