Russia-India Oil Deal: ભારત વિરુદ્ધ નિષ્ફળ ગયો અમેરિકાનો ઓઇલ ટ્રેપ! રશિયાના નિવેદનથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ
Russia-India Oil Deal: રશિયા અને ભારત વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોમાં તિરાડ પડવાની અફવાઓ પર રશિયાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવા (Maria Vladimirovna Zakharov) એ સ્પષ્ટ કર્યું છે કે, ભારત અને રશિયા વચ્ચે એનર્જી પાર્ટનરશીપ (ઊર્જા સહયોગ) ને લઈને ભારતનું વલણ બદલાવાનું કોઈ કારણ દેખાતું નથી.
ઝખારોવાએ જણાવ્યું હતું કે, રશિયા પાસેથી સંસાધનોનો વેપાર બંને દેશો માટે ફાયદાકારક છે અને તે વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવી રાખવા માટે પણ જરૂરી છે.

'ભારત કોઈ નવું ખરીદનાર નથી'
આ દરમિયાન ક્રેમલિનના પ્રવક્તા (Press Secretary) દિમિત્રી પેસ્કોવે પણ ભારતનું સમર્થન કરતા કહ્યું કે, રશિયા ભારત માટે એકમાત્ર તેલ સપ્લાયર નથી અને ભારત હંમેશા અન્ય દેશો પાસેથી પણ તેલ ખરીદતું આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વ્યાપારી સંબંધોમાં કંઈપણ 'નવું' નથી, પરંતુ તે એક સામાન્ય અને લાભદાયી પ્રક્રિયા છે.
રશિયાના આ નિવેદનો વચ્ચે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં દેશની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, "140 કરોડ ભારતીયોની ઊર્જા સુરક્ષા (Energy Security) સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય સંજોગો અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણા ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવી એ અમારી વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે."
અમેરિકામાં એસ. જયશંકરની હાજરી
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં છે અને ત્યાંના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે. જયશંકરે અમેરિકામાં ઈન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયા અને યુક્રેન સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.
જોકે જયશંકર અમેરિકા સાથે ખનિજ સુરક્ષા (Critical Minerals) અને 'FORGE' પહેલ પર સહયોગ વધારી રહ્યા છે, પરંતુ રશિયાનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારતે 'ઓઇલ ગેમ'માં પોતાના જૂના મિત્રનો સાથ છોડવાનો કોઈ સંકેત આપ્યો નથી.
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના એવા દાવા અંગે કે 'ભારત રશિયાના બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે', તેના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "સરકારે અનેક પ્રસંગોએ જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "બજારની સ્થિતિ અને બદલાતા આંતરરાષ્ટ્રીય વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણા એનર્જી સોર્સને ડાયવર્સિફાય (વિવિધ સ્ત્રોતોમાંથી મેળવવું) કરવા એ અમારી રણનીતિનો મુખ્ય હિસ્સો છે. ભારતના તમામ નિર્ણયો આ બાબતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
