રોબોટ્સ કરે છે સિડનીના હાર્બર બ્રિજની સફાઇ
સિડની, 18 જુલાઇ : તમને નવાઇ તો લાગશે પણ વાત જોરદાર છે. ઓસ્ટ્રેલિયામાં આવેલા શહેર સિડનીના પ્રસિદ્ધ હાર્બર બ્રિજની સફાઇ આજકાલ માણસો નહીં પણ બે રોબોટ્સ કરી રહ્યા છે. આ રોબોટ્સ તેમનું સફાઇનું કામ કરી લેશે, ત્યાર બાદ બ્રિજને રંગ રોગાન કરવામાં આવશે.
હાલમાં 81 વર્ષ જુના પુલ પરનો પેઇન્ટ ઉખાડવામાં આવી રહ્યો છે. લેડ એટલે કે સીસાયુક્ત પેઇન્ટ ઉતારવો માણસો માટે જોખમવાળું કામ છે. આ કારણે તેમાં રોબોટ્સની મદદ લેવામાં આવી છે. આ બંને રોબોટનું વજન 25 કિલોગ્રામ છે. તેની બનાવટમાં સેન્સર અને કેમેરા બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કામ માટે તૈયાર કરવામાં આવેલા રોબોટ્સના હાથ બે મીટર લાંબા છે. તેમના હાથ જુના પુલ પર જોરથી હવા ફેંકીને પેઇન્ટ અને કાટ ઉખાડે છે. સિડનીની એક યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવેલા રોબોટ પહેલા એક નિશ્ચિત સ્થાન પસંદ કરે છે. ત્યાર બાદ તે સ્થાનનું થ્રીડી ચિત્ર તૈયાર કરે છે. તેના આધારે તેઓ નિર્ણય લે છે કે કયા સ્થાનને સાફ કરવા માટે કેટલા જોરથી હવા ફેંકવાની જરૂર છે.
આ અંગે સિડનીની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના માર્ટિન લોયડે બીબીસીને જણાવ્યું કે "દુનિયામાં આ પ્રકારની ટેકનિક પ્રથમવાર ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જ્યાં સફાઇનું કામ મશીનના હાથમાં સોંપવામાં આવ્યું છે. આવા બે રોબોટ સિડની બ્રિજ પર કામ કરી રહ્યા છે."
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
