બ્રિટનમાં હવે ભારતીયનું રાજ, ઋષિ સુનક બન્યા વડાપ્રધાન
ભારતીય મુળના ઋષિ સુનક હવે બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. લાંબા સમયથી બ્રિટનમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ બાદ હવે વડાપ્રધાનની નિમણૂક થઇ ગઇ છે. વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનક હોટ ફેવરિટ હતા.
ભારતીય મુળના ઋષિ સુનક હવે બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. લાંબા સમયથી બ્રિટનમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ બાદ હવે વડાપ્રધાનની નિમણૂક થઇ ગઇ છે. વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનક હોટ ફેવરિટ હતા.
પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસન દ્વારા ચૂંટણી લડવાના સમાચારને રદિયો આપ્યા બાદ ફક્ત બે ઉમેદવારો બચ્યા હતા. જેમાં પેની મોર્ડટ અને ઋષિ સુનકનો સમાવેશ થાય છે. જેમાંથી ઋષિ સુનકની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેમણે 100 થી વધુ સાંસદોના સમર્થન મેળવ્યું છે.

પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસને બ્રિટિશ વડાપ્રધાન પદ માટેની ઉમેદવારીનો ઇન્કાર કર્યા પછી સોમવારના રોજ ભારતીય મૂળના નેતા ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ સંભાળવાની સંભાવના મજબૂત બની હતી. ભૂતપૂર્વ વડાપ્રધાને રવિવારની રાત્રે વડાપ્રધાન પદની રેસમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન પદ પર પાછા ફરવાનો આ યોગ્ય સમય નથી.
વડાપ્રધાન પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત પહેલા, ઋષિ સુનકે કહ્યું હતું કે, તેઓ દેશની અર્થવ્યવસ્થાને ઠીક કરવા, તેમની પાર્ટીને એક કરવા અને દેશ માટે કામ કરવા માંગે છે. શિબિર છોડીને સુનકને સમર્થન આપ્યો છે, જેમાં કેબિનેટ મંત્રીઓ જેમ્સ ક્લેવરલી અને નદીમ જાહવી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પ્રીતિ પટેલનો સમાવેશ થાય છે. સુનકે સરકારી સ્તરે પ્રમાણિકતા, વ્યવસાયિકતા અને જવાબદાર હોવાનું વચન આપ્યું હતું, અને ઉમેર્યું હતું કે, તે સમસ્યાઓના ઉકેલ માટે દિવસ-રાત કામ કરશે.
ઋષિ સુનકનો જન્મ 12 મે, 1980ના રોજ સાઉથેમ્પટન જનરલ હોસ્પિટલમાં થયો હતો. તેમના પિતા યશવીર સુનકનો જન્મ કેન્યામાં થયો હતો, જ્યારે તેમની માતા ઉષાનો જન્મ તાંગાનિકામાં થયો હતો. ઋષિ સુનકના દાદા-દાદીનો જન્મ ભારતના પંજાબ પ્રદેશમાં થયો હતો અને તેઓ 1960ના દાયકામાં પૂર્વ આફ્રિકામાંથી બ્રિટનમાં સ્થળાંતરિત થયા હતા. તેમની માતા ઉષા તે સમયે સાઉધમ્પ્ટનમાં વેસ્ટન ફાર્મસીના મેનેજર હતા.
ઋષિ સુનકનો પરિવાર પોર્ટ્સવૂડના રિચમન્ડ ગાર્ડન્સમાં રહેતો હતો, પરંતુ ઋષિના ભાઈ સંજય અને બહેન રાખીના જન્મ પછી, બેસેટના સ્પિન્ડલવુડ ક્લોઝમાં છ બેડરૂમના ઘરમાં રહેવા ગયા હતા. તેમણે યુએસની ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
વર્ષ 2009માં તેમણે ભારતીય અબજોપતિ એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા, જેમણે IT કંપની ઇન્ફોસિસની સ્થાપના કરી. 2015માં તેઓ રિચમંડથી સાંસદ બન્યા હતા. તેઓ 2018માં મંત્રી અને જુલાઈ 2019માં ટ્રેઝરી સેક્રેટરી બન્યા હતા. જ્યારે બોરિસ જ્હોનસનના પ્રથમ ચાન્સેલર સાજિદ જાવિદે ફેબ્રુઆરી 2020માં રાજીનામું આપ્યું, ત્યારે સુનકને ચાન્સેલર તરીકે બઢતી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
