UN હેડક્વાટરમાં 135 દેશના પ્રતિનિધિઓએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આજે દુનિયાભરમાં યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સહિત વિદેશમાં ઘણી જગ્યાએ આયોજન કરીને યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ક્રમમાં ન્યૂયોર્કમાં UN હેડક્વાટર ખાતે 135 દેશના પ્રતિનિધિઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયમાં યોજાયેલા ક્રાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એવુ પહેલી વખત બન્યુ છે કે આટલા દેશના પ્રતિનીધિઓ હાજર હોય.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીકે જણાવ્યું કે આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અગાઉ ક્યારેય આટલા બધા દેશોના લોકોએ એકસાથે યોગ કર્યા નથી. બીજી તરફ વડાપ્રધાન મોદીએ યોગ કાર્યક્રમમાં કહ્યું કે, યોગનો અર્થ છે એક સાથે આવવુ. મને યાદ છે કે મેં અહીં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, યોગ એ ભારતની જૂની સંસ્કૃતિ છે અને તેના પર કોઈનો કોપીરાઈટ નથી. યુએનના નોર્થ લૉનના ગાર્ડનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યૂયોર્કના મેયર એરિક એડમ, શેફ વિકાસ ખન્ના, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસી અને હોલીવુડ સ્ટાર રિચર્ડ ગેરી હાજર રહ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, 27 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત અશોક મુખર્જીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો.
આ પછી પાકિસ્તાને ભારતના આ પ્રસ્તાવને સમર્થન ન આપ્યું. પાકિસ્તાન ઇચ્છતું ન હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ પસાર થાય. જો કે, આ પ્રસ્તાવને પહેલાથી જ સંયુક્ત રાષ્ટ્રના 177 દેશોનું સમર્થન હતું.












Click it and Unblock the Notifications
