Putin Arrest warrant: જો બાઈડને કહ્યુ - વ્લાદિમીર પુતિને યુદ્ધ અપરાધ કર્યો, ICCના નિર્ણયનુ સ્વાગત
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ અપરાધ કર્યો છે. તેઓ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના નિર્ણયનુ સ્વાગત કરે છે.

વૉશિંગ્ટન, રૉયટરઃ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વૉરંટ જાહેર કર્યુ છે. આ વૉરંટ યુક્રેનમાં યુદ્ધ અપરાધો અને યુક્રેનિયન બાળકોના રશિયામાં અપહરણના મામલામાં જાહેર કરવામાં આવ્યુ છે. પુતિન વિરુદ્ધ વૉરંટ જાહેર થયા બાદ યુક્રેન અને અમેરિકા સહિત ઘણા દેશોએ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના નિર્ણયની પ્રશંસા કરી છે. શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ અપરાધ કર્યો છે. તેઓ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના નિર્ણયનુ સ્વાગત કરે છે.
યુએસ, કેનેડા, પોલેન્ડ અને ચેક રિપબ્લિક સહિત અન્ય કેટલાક દેશોએ પણ આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયનુ સ્વાગત કરયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ICCના નિર્ણયની પ્રશંસા કરી છે. આ નિર્ણયને ઝેલેન્સ્કીએ 'ઐતિહાસિક' નિર્ણય ગણાવ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યુ, 'આ એક ઐતિહાસિક નિર્ણય છે, જ્યાંથી ઐતિહાસિક જવાબદારી શરૂ થશે.' અગાઉ પુતિન વિરુદ્ધ વૉરંટ જાહેર થયા બાદ ઝેલેન્સ્કીએ કહ્યુ હતુ કે આ તો માત્ર શરૂઆત છે.
તમને જણાવી દઈએ કે પુતિન વિશ્વના ત્રીજા એવા રાષ્ટ્રપતિ છે, જેમને પદ પર રહીને તેમની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. તે પહેલા ઈન્ટરનેશનલ કોર્ટે સુદાનના રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીર અને લિબિયાના રાષ્ટ્રપતિ મુઅમ્મર ગદ્દાફીની ધરપકડ વોરંટ જાહેર કર્યુ હતુ. આ વૉરંટ જાહેર કરવાનો મતલબ એ છે કે હવે જો પુતિન કોર્ટને માન્યતા આપતા કોઈપણ દેશમાં જાય તો ત્યાં તેમની ધરપકડ થઈ શકે છે. તેમને હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
