NATOમાં ભારતની એન્ટ્રી કરવાની થઇ રહી છે તૈયારી, રશિયાના વિદેશ મંત્રીએ લગાવ્યો આરોપ
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ગુરુવારે નાટો પર ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે નાટો અને પશ્ચિમી દેશો રશિયાના પ્રભાવને ઘટાડવા માટે ભારતનો ઉપયોગ ક
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ગુરુવારે નાટો પર ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે નાટો અને પશ્ચિમી દેશો રશિયાના પ્રભાવને ઘટાડવા માટે ભારતનો ઉપયોગ કરવા માંગે છે. લવરોવે એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો ભારતને નાટોમાં સામેલ કરીને ચીન સાથે તણાવ વધારવા માંગે છે, પરંતુ તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારતને રશિયાથી અલગ કરવાનો છે. મૂળભૂત રીતે તેઓ રશિયા માટે ખતરો ઉભો કરવા માંગે છે.

ચીન સાથે ટક્કર લઇ આગળ જઇ રહ્યું છે NATO
પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે યુક્રેનની જેમ નાટો અને પશ્ચિમી દેશો દક્ષિણ ચીન સાગરના બહાને ચીનની નજીકનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રશિયા માટે પણ ખતરો છે. આ વિસ્તાર રશિયન કિનારાની નજીક છે. તેમણે એમ પણ કહ્યું કે નાટો દક્ષિણ ચીન સાગર અને તાઈવાનમાં તણાવ વધારીને આગ સાથે રમી રહ્યું છે. તેમણે કહ્યું કે નાટોએ યુક્રેનમાં પણ આવું જ કર્યું. નાટો દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધારવામાં વ્યસ્ત છે, જેથી રશિયાની ઘેરાબંધી અને મુશ્કેલીઓ વધી શકે છે.

નાટોને કારણે વધી રહ્યો છે લશ્કરી સહયોગ
સર્ગેઈ લવરોવે એમ પણ કહ્યું કે ચીન આ ઉશ્કેરણીઓને ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું કે રશિયા અને ચીન વચ્ચે સૈન્ય સહયોગ વધારવાનું એક કારણ દક્ષિણ ચીન સાગરમાં બગડતી સ્થિતિ છે. તેણે યુએસ તેમજ ઓસ્ટ્રેલિયા અને યુકેનું નામ લીધા વિના AUKUS સંસ્થાને પણ નિશાન બનાવ્યું હતું. AUKUS એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સંબંધિત સુરક્ષા કરાર છે. તેની રચના પર ચીને પણ નારાજગી વ્યક્ત કરી છે.

ક્રાઈમ ટ્રિબ્યુનલ રચવાની દરખાસ્તની ટીકા કરી હતી
રશિયાએ યુદ્ધ ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના કરવાના યુરોપિયન યુનિયનના પ્રસ્તાવની પણ ટીકા કરી છે. સર્ગેઈ લાવરોવે કહ્યું કે યુક્રેન યુદ્ધ પર રચવામાં આવેલી આવી કોઈપણ ટ્રિબ્યુનલ રશિયાને સ્વીકાર્ય નહીં હોય. આ પહેલા યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા લેયેને બુધવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સની અધ્યક્ષતામાં યુરોપિયન યુનિયન એક વિશેષ અદાલતની સ્થાપના કરશે જેમાં યુક્રેનના યુદ્ધ અપરાધોની તપાસ કરવામાં આવશે.

પ્રાઇઝ કેપનો રશિયાએ કર્યો વિરોધ
આ સાથે લવરોવે રશિયાના તેલની નિકાસ પર પ્રસ્તાવિત કિંમત મર્યાદાનો પણ વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે અમને તેનો કોઈ ડર નથી. અમે આ અંગે ભારત અને ચીન જેવા સાથી દેશો સાથે વાત કરીશું. કોઈ તૃતીય પક્ષ સજા આપવાનું નક્કી કરી શકે નહીં. જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધના 9 મહિના પૂર્ણ થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 હજારથી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
