PM Modi US Visit: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પીએમ મોદીને ભેટ આપી સ્પેશિયલ ટી-શર્ટ, AI માટે લખ્યો ખાસ મેસેજ
Joe Biden Gift T-shirt to PM Modi: પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને એક ખાસ ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સ્ટેટ લંચ કાર્યક્રમ અને વિદેશી ભારતીયોને સંબોધિત કર્યા હતા. અગાઉ ટોચના સીઈઓ સાથે બેઠક કરી હતી.
ત્યારબાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને વ્હાઇટ હાઉસમાં એક ખાસ ટી-શર્ટ ભેટમાં આપી. આ ભેટ ચર્ચાનો વિષય બની છે. પીએમ મોદીને ભેટમાં આપવામાં આવેલી ખાસ ટી-શર્ટ પર AI લખેલું છે.

નોંધનીય છે કે પીએમ મોદીએ યુએસ સંયુક્ત બેઠકમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ઘણી પ્રગતિ થઈ છે. તેમણે આ AI નો બીજો અર્થ પણ જણાવ્યો. તેમણે AIને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ને બદલે અમેરિકા ઈન્ડિયા ગણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે AI એ વિશ્વનું ભવિષ્ય છે, પછી તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હોય કે અમેરિકા અને ભારત.
બાઈડેને વ્હાઇટ હાઉસમાં બંને દેશોના ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીને આ ખાસ ભેટ આપી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો હાઈ-ટેક સેક્ટરમાં તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવાનું વિચારી રહ્યા છે.
મીટિંગમાં હાજરી આપનારા યુએસ પ્રતિનિધિઓમાં માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા, એપલના સીઇઓ ટિમ કૂક, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન, એએમડીના સીઇઓ લિસા સુ, નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સામેલ હતા.
પીએમ મોદીએ સ્ટેટ લંચ પ્રોગ્રામને સંબોધિત કરતા કહ્યું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ફરી એકવાર તમારી સામે આવીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે હું આ ભવ્ય સ્વાગત માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો આભાર માનું છું. તમારા ઉષ્માભર્યા શબ્દો માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં મે ઘણી બેઠકોમાં હાજરી આપી. આ બધી બેઠકોમાં એક વાત સામાન્ય હતી કે દરેક વ્યક્તિ એ વાત પર સહમત હતા કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે મિત્રતા અને સહયોગ વધુ ગાઢ બનવો જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની મધુર માળા આપણા લોકો વચ્ચે ગૂંથાયેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
