પીએમ મોદીએ ફોન કરી બ્રિટનના નવ નિયુક્ત પીએમ ઋષિ સુનકને અભિનંદન આપ્યા!
મોટા વિવાદો બાદ આખરે બ્રિટનના વડાપ્રધાન પદે મુળ ભારતીય ઋષિ સુનકની પસંદગી થઈ છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે.
નવી દિલ્હી : મોટા વિવાદો બાદ આખરે બ્રિટનના વડાપ્રધાન પદે મુળ ભારતીય ઋષિ સુનકની પસંદગી થઈ છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ફોન પર અભિનંદન આપવા સાથે સાથે બન્ને દેશોના સંબંધો અને વ્યાપાર કરારોને લઈને પણ ચર્ચા કરી હતી. PMO દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને નેતાઓએ FTAને વહેલામાં વહેલી તકે નિષ્કર્ષ પર લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરવા મુદ્દે પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે, ઋષિ સુનકને આજે UK ના PM તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન. આપણે આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીશું. આપણે વ્યાપક અને સંતુલિત FTA પર નિષ્કર્ષ પર પહોંચવાના મહત્વને જાણીએ છીએ અને સંમત થયા છીએ.
Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA.
— Narendra Modi (@narendramodi) October 27, 2022
બ્રિટનના પીએમ ઋષિ સુનકે પણ આ વાતને ટ્વિટ કરી હતી. સુનકે ટ્વીટમાં લખ્યું કે, મારી નવી ભૂમિકા પર તેમના શબ્દો માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. યુકે અને ભારતમાં ઘણું બધું છે. હું ઉત્સાહિત છું કે આપણી બે મહાન લોકશાહી આગામી મહિનાઓ અને વર્ષોમાં તેમની સફળતા જોશે. સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરીશુ.
Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role.
— Rishi Sunak (@RishiSunak) October 27, 2022
The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
