હથોડીની પોતાનું જ જડબું તોડી રહ્યા છે લોકો, જાણો શું છે નવો સોશિયલ મીડિયા ટ્રેન્ડ?
તમે લોકોને અવનવા સોશિયલ મીડિયા ટ્રેન્ડ અને ચેલેન્જ ફોલો કરતા જોયા હશે. આજકાલ સોશિયલ મીડિયા પર આવા જ એક નવા ટ્રેન્ડની ખુબ ચર્ચા છે.
લોકો સુંદર દેખાવા માટે મોંઘી સર્જરીઓ કરાવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આનાથી આગળ આજકાલ લોકો પોતાના જ જડબાને તોડી રહ્યા છે. ચૌકાવનારી બાબત એ છે કે આ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપણે જે વિચિત્ર ટ્રેન્ડની વાત કરી રહ્યા છીએ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડમાં લોકો જાતે જ હથોડીથી પોતાના ચહેરાના હાડકાં તોડી રહ્યા છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, લોકોને લાગે છે કે આ વિચિત્ર પ્રયોગથી તેમની જડબામાં સુધારો થશે. જો કે આ એટલું પીડાદાયક છે કે તે દરેક લોકો માટે તે શક્ય નથી.
TikTok પર એક ચેલેન્જ ચાલી રહી છે, જેમાં લોકોને સારા જડબા માટે કંઈક અજુગતું કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હેઠળ ગાલ અથવા જડબાના હાડકા પર હથોડી અથવા સમાન મજબૂત વસ્તુથી વારંવાર હુમલો કરવામાં આવે છે.
આ પ્રયોગ કરનારાઓ કહે છે કે તેનાથી ચહેરા પર નાના-નાના ફ્રેક્ચર થાય છે અને હાડકાનું માળખું આકર્ષક આકાર લે છે. આ ટ્રેન્ડ #bonesmashing ના નામથી લોકપ્રિય થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકો આ ચેલેન્જને યોગ્ય ઠેરવી રહ્યા છે અને કહ્યું છે કે તેઓ તેને સારી જડબા માટે અપનાવી રહ્યા છે.
આ ચેલેન્જ 2018થી વાયરલ થઈ છે. સાન ફ્રાન્સિસ્કોમાં કામ કરતા ડો.પ્રેમ ત્રિપાઠી નામના પ્લાસ્ટિક સર્જને લોકોને આ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જાણી જોઈને તમારા ચહેરાના હાડકાં ન તોડો. જો કે તૂટેલા હાડકાં જાતે જ જોડાશે પરંતુ યોગ્ય રીતે ન થાય અથવા તેમનો આકાર વિકૃત થઈ શકે છે. તેમણે સમજાવ્યું કે તે કસરત દ્વારા તેના જડબામાં સુધારો કરી શકે છે, આવું કરવાની કંઈ જરૂર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
