પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનુ પ્રોટોકૉલ તોડીને સ્વાગત, પ્રધાનમંત્રી પગે લાગ્યા
Papua New Guinea PM tuches Modi Feet: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની તેમની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા માટે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. અહીં તેમનુ સ્વાગત પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપેએ કર્યુ હતુ.
પીએમ મોદીને મળવા માટે પાપુઆ ન્યુ ગિનીના પીએમ તમામ પ્રોટોકોલ તોડીને અચાનક પહોંચ્યા હતા. પીએમ જેમ્સ મોરાપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ દિલથી સ્વાગત કર્યુ હતુ.

પાપુઆ ન્યૂ ગિની તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અપનાવવામાં આવેલી રીત અપવાદ બની ગઈ છે. બંને દેશોના પીએમ વચ્ચે આ પ્રકારની મુલાકાત આજ સુધી ભાગ્યે જ જોવા મળી છે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમ માટે રવિવારે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા.
આ દરમિયાન પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હૂંફની સામે પોતાના વડાપ્રધાન પદના પ્રોટોકોલની પરવા ન કરી અને પીએમ મોદીના પગે લાગ્યા.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Papua New Guinea for the second leg of his three-nation visit after concluding his visit to Japan. He was received by Prime Minister of Papua New Guinea James Marape. pic.twitter.com/U94yUQ2aCl
— ANI (@ANI) May 21, 2023
જેમ્સ મોરાપેએ કરેલુ પીએમ મોદીનું સ્વાગત પાપુઆ ન્યુ ગિનીના ઈતિહાસમાં અપવાદરુપ બની ગયુ. વાસ્તવમાં, આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઈ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી. પરંતુ આ માન્યતાને તોડવા માટે જેમ્સ મોરાપે પોતે એરપોર્ટ પહોંચી ગયા હતા.
આ પહેલા પીએમ મોદીએ જાપાનમાં G7 દેશોની સમિટમાં હાજરી આપી હતી. જ્યાં વિશ્વના મુખ્ય દેશો સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. જાપાનથી પરત ફરતી વખતે PM નરેન્દ્ર મોદીએ PM જેમ્સ મોરાપે સાથે મુલાકાત કરી ભારત અને પાપુઆ ન્યુ ગિની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્યાંના ભારતીય ડાયસ્પોરાને પણ મળ્યા હતા. એનઆરઆઈએ પીએમ મોદીનું સ્વાગત ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
#WATCH | People from the Indian diaspora welcome Prime Minister Narendra Modi as he arrives in Papua New Guinea. pic.twitter.com/O2DfVjSRyd
— ANI (@ANI) May 21, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
