પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીએ બનાવ્યો બ્લાસ્ટ પ્રૂફ બંગ્લો

આ સાથે જ વિશ્વમાં ફેલાયેલી ઝરદારીની સંપત્તિમાં વધું એક નામ જોડાઇ ગયું છે. આ બંગ્લો સંપૂર્ણરીતે બ્લાસ્ટ પ્રૂફ છે. તેમાં એક હવાઇ પટ્ટી છે, જ્યાંથી ઝરદારી કે તમનો પરિવાર કોઇ પણ વ્યક્તિ નાનું જેટ વિમાન લઇને ઉડી શકે છે કે ઉતારી શકે છે. બહરિયા કસ્બામાં આ ખાનગી આવાસ 200 કેનાલ(અંદાજે 10 લાક 80 હજાર વર્ગફીટ એટલે કે 24.87 એકર)માં ફેલાયેલું છે. એક પાકિસ્તાની સમાચારના અહેવાલ અનુસાર શનિવારે લંડનથી સીધા અહીં આવશે. આ ઘરને બનાવવામાં 5 અરબ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘરની ખુબીઓને જોઇને લાગે છે કે પાકિસ્તાની નેતા આમ નાગરીકથી વઘારે ભયભીત છે.
ઝરદારીના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું છે કે ઝરદારીને આ જમીન મોટી પ્રોપર્ટી કારોબારી માલિક હુસૈન રિયાઝે આપી છે. હુસૈનની દેખરેખમાં બનેલા આ ઘરનું કામ 80 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. ગયા વર્ષે હુસૈન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ચૌધરી ઇફ્તિખારના પુત્ર અર્સલાનના વિદેશ પ્રવાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. હુસૈનને પણ દાવો કર્યો હતો કે કેસ પોતાના પક્ષમાં કરાવવા માટે તેમણે અર્સલાન પર 34.2 કરોડ ખર્ચ કર્યા હતા.
આ ઘરનુ નામ બેનઝીર-ઝરદારીના પુત્રના નામ પર બિલવાલ હાઉસ પર રાખવામાં આવ્યું છે. બિલવાલ હાઉસ પુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના મહલનુમા ઘરથી માત્ર 1.5 કિ.મી દૂર છે. પીએમએલ(એન)ના મુખિયા શરીફેપણ પોતાની અમીરી માટે જાણીતા છે. શરીફનું ઘર રાયવિંડ રોડ પર 300 એકરમાં ફેલાયેલું છે. શરીફના ઘરમાં એક ચિડિયાઘર પણ છે. તેની આસ-પાસ બગીચા અને ખેતર છે. થોડાક દિવસ પહેલા શરીફના ભાઇનું નિધન થઇ ગયું હતું. ઝરદારી લંડનથી પરત ફરીને તેના ઘરે શોક વ્યક્ત કરવા જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
