'મેરા દીલ યે પુકારે આજા' વાળી પાકિસ્તાની યુવતી આયશાનુ ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયુ મોત? જાણો શું છે સચ્ચાઇ

તમને 'મેરા દિલ યે પુકારે આજા...'વાળી પાકિસ્તાની યુવતી આયેશા બધાને યાદ હશે. હા, એ જ પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિયેટર અને ફેશન મોડલ આયેશા જે તેના મિત્રના લગ્નમાં બોલિવૂડ ગીત 'મેરા દિલ યે પુકારે આજા' પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાતોરાત ફેમસ થઇ ગઇ હતી.

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે કરાચીમાં એક પાર્ટી દરમિયાન ડ્રગના ઓવરડોઝને કારણે આયેશાનું મોત થયું હતું. જોકે આ સમાચાર ખોટા અને નકલી છે. લાહોરની 19 વર્ષની આયેશા જીવિત અને ઠીક છે.

Aayesh

પોતાના મૃત્યુના સમાચારનું ખંડન કરતા આયેશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, "ભગવાન માટે, તમને ખબર નથી કે આ ગંદી મજાક અને અફવા વ્યક્તિના જીવનમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જી શકે છે. ધ્યાન ખેંચવા માટે મેં ક્યારેય સોશિયલ મીડિયા પર કંઈ કર્યું નથી. ના, કોઈ પ્રકારનો પ્રચાર કર્યો, તો તમે બધા શા માટે મારી જિંદગી બગાડવાની કોશિશ કરો છો?

આયેશાએ આગળ લખ્યું, "આ અફવાનું શું થશે..., પરિણામોને ધ્યાનમાં લીધા વિના ખોટી માહિતી ફેલાવવી એ માત્ર બેજવાબદારી નથી, પરંતુ અન્યની સુખાકારી માટે આદરનો અભાવ પણ દર્શાવે છે" તેને તાત્કાલિક અટકાવવું જોઈએ.

આયેશાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ "oyee_ayesha" પણ સક્રિય છે. કર્યું. તેમની સૌથી તાજેતરની પોસ્ટ 29 જૂનના રોજ કરવામાં આવી હતી. 28 જૂને, આયેશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મૃત્યુની અફવાઓને નકારી કાઢી હતી. ઈન્ડિયા ટુડે અનુસાર અઝહરના મેનેજર મલિક શહરયારે કહ્યું છે કે આયેશા બિલકુલ ઠીક છે.

આખરે કઈ આયેશાનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું?

આયેશાના મૃત્યુની અફવા એટલા માટે ફેલાઈ હતી કારણ કે આ જ નામની અન્ય એક મહિલાનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું હતું. તે સ્ત્રી પણ કંટેન્ટ ક્રિયેટર હતી.

સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિયેટર આયેશા હનીફનું 23 અને 24 જૂનની વચ્ચેની રાત્રે કરાચીમાં એક પાર્ટીમાં દારૂના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. જે બાદ કેટલાક લોકોએ પાકિસ્તાની વાયરલ ગર્લ આયેશાના મોતના સમાચાર ફેલાવ્યા હતા.

પાકિસ્તાની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આયેશા હનીફ, જે ટિકટોક આર્ટિસ્ટ પણ છે. બાદમાં કરાચીના જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X