પાક પીએમઃ ‘દોસ્તીના પ્રસ્તાવને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરે ભારત'
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે તેમના તરફથી ભારત તરફ જે દોસ્તીનો હાથ આગળ વધારવામાં આવ્યો હતો તેને તેમની કમજોરી સમજવામાં ન આવે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે તેમના તરફથી ભારત તરફ જે દોસ્તીનો હાથ આગળ વધારવામાં આવ્યો હતો તેને તેમની કમજોરી સમજવામાં ન આવે. ભારતે પાકિસ્તાન સાથે ન્યૂયોર્કમાં યોજાનાર વિદેશ મંત્રી સ્તરની વાતચીત રદ કરી દીધી. ત્યારબાદ ઈમરાને ભારત પર આકરી ટીકા કરતા આને એક એવો નિર્ણય ગણાવ્યો જે 'ઘમંડથી ભરેલ હતો અને ટૂંકી દ્રષ્ટિના લોકો તરફથી લેવામાં આવ્યો હતો.' ગયા ગુરુવારે ઈમરાન ખાનનો પીએમ મોદીને લખેલો એ પત્ર સામે આવ્યો હતો જેમાં તેમણે અટકેલી વાતચીત શાંતિ મંત્રણા ફરીથી શરૂ કરવાની અપીલ કરી હતી. પરંતુ ભારતે જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે પાકને જવાબદાર ગણાવીને વાતચીત રદ કરી દીધી હતી.

કોઈની આગળ ઝૂકીશુ નહિ
ઈમરાને પંજાબથી આવેલા બ્યુરોક્રેટ્સ સાથે વાત કરતા કહ્યુ, ‘મને આશા છે કે ભારતનું નેતૃત્વ પોતાનું ઘમંડ છોડશે અને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર થશે.' તેમણે આગળ કહ્યુ કે ‘અમારા તરફથી દોસ્તીની રજૂઆતને અમારી કમજોરી સમજવામાં ન આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી ગરીબી હટાવવામાં મદદ કરશે.' તેમણે કહ્યુ કે પાકિસ્તાને ડરવુ ન જોઈએ કારણકે તે કોઈ પણ પ્રકારનું દબાણ સહન નહિ કરે અને ના તો કોઈ વર્લ્ડ પાવર આગળ ઝૂકશે. ખાનનું આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે વિપક્ષે તેમને શાંતિ મંત્રણા માટે ઘણા વધુ વ્યાકુળ હોવા માટે દોષિત ગણાવ્યા.

સેનાએ આપી ભારતને જવાબ આપવાની ધમકી
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના ઉપાધ્યક્ષ શેરી રહેમાનની માનીએ તો સરકારે ભારત સામે વાતચીતનો પ્રસ્તાવ મૂકતા પહેલા પોતાનું હોમવર્ક કરી લેવુ જોઈએ. વળી, શનિવારે ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ છે કે પાકિસ્તાન પરમાણુ તાકાત ધરાવનાર દેશ છે અને શાંતિ માટેની તેની ઈચ્છાને તેની કમજોરી સમજવાની ભૂલ બિલકુલ ન કરવામાં આવે. જો કોઈ પાકિસ્તાનની ધીરજને પરખવાની કોશિશ કરશે તો તેને જવાબ આપવામાં આવશે. વળી, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ છે કે મુદ્દાઓથી ભાગવાથી તે ગાયબ નહિ થઈ જાય. તેમણે કહ્યુ કે ભારતનું હાલનું વલણ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ સુધારશે નહિ.

ઈમરાને કહ્યુ હતુ નાના લોકો
ઈમરાને લખ્યુ, ‘ભારત તરફથી તેમની શાંતિ મંત્રણાની અપીલનો ઘમંડભર્યો અને નકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે. આ વાતથી હું ઘણો નિરાશ છું. પરંતુ મારી આખી જિંદગીમા એવા નાના લોકોના સંપર્કમાં આવ્યો છુ જે મહત્વપૂર્ણ પદો પર બેઠા છે અને જેમની પાસે આગળની તરફ જોવાની દ્રષ્ટિ નથી.' સુષ્મા અને કુરેશીની મુલાકાત 27 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં થવાનું નક્કી હતુ. ભારતના વિદેશ મંત્રાલય તરફથી શુક્રવારે વાતચીત રદ કરવા માટેનું અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ‘પાકિસ્તાનનો એક ખરાબ એજન્ડા સામે આવ્યો છે અને સાથે ઈમરાન ખાનનો અસલી ચહેરો હવે દુનિયા સામે આવ્યો છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
