દેવા નીચે દબાઈ રહ્યું છે પાકિસ્તાન છતાં ચૂંટણી માટે કર્યો અધધધ 440 અબજનો ખર્ચો
25મી જુલાઈના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાનાર છે અને દુનિયાભરની નજર આ દક્ષિણ એશિયાઈ દેશમાં થનાર લોકસભાની ચૂંટણી પર છે.
25મી જુલાઈના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાનાર છે અને દુનિયાભરની નજર આ દક્ષિણ એશિયાઈ દેશમાં થનાર લોકસભાની ચૂંટણી પર છે. વર્ષ 2013માં પિક્સાતનમાં ચૂંટણી થઈ હતી અે હવે પાછી અહીં ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત આવું બની રહ્યું છે જ્યારે પાંચ વર્ષ બાદ ફરી સંસદીય ચૂંટણી થઈ રહી હોય. પાકિસ્તાનના ઈલેક્શન કમિશને ચૂંટણીની તૈયારીઓ પૂરી કરી લીધી છે. 25મી જુલાઈએ પાકિસ્તાનમાં લોકસભા ઉપરાંત અહીં સ્થાનિક ચૂંટણી માટે પણ મતદાન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે આર્થિક રીતે દેવા નીચે દબાઈ ગયેલ પાકિસ્તાનની આ ચૂંટણીમાં અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

દેશમાં આર્થિક તંગી પણ ચૂંટણી 440 અબજ રૂપિયામાં
પાકિસ્તાનના અખબાર ધી ડોનના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં થઈ રહેલ આ ચૂંટણીમાં 440 અબજ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. આ રકમ 2013ની ચૂંટણીમાં થયેલ ખર્ચથી 10 ગણી છે. ડોન મુજબ આ રકમમાં ચૂંટણી પંચ ઉપરાંત સ્થાનિક અને પ્રાંતીય સરાકો, સુરક્ષા સંસ્થાનો, ડોનર્સ, રાજનૈતિક પાર્ટી, ઉમેદવાર અને એમના સમર્થકો તરફથી કન્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. ડોન મુજબ ચૂંટણી પંચ, સરકાર અને દાતાઓ તરફથી ખર્ચ કરવામાં આવી રહી છે તે રકમ કાગળ પર નોંધાયેલ છે. એટલે કે આ ઑફિશિયલ આંકડો છે અનઓફિશિયલ તરીકે આંકડો આનાથી વધુ હોઈ શકે છે.

આ વર્ષની ચૂંટણી છે સૌથી મોંઘી
દસ્તાવેજો મુજબ આ વર્ષ ચૂંટણીમાં ભારે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ રકમ કુલ રકમના માત્ર 5 ટકા જ છે. એ આંકડાનો અંદાજો લગાવવો અઘરો છે કે ચૂંટણીમાં રાજનૈતિક પાર્ટીઓ, ઉમેદવારો અને એમના સમર્થકો દ્વારા કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન ઈલેક્શન કમિશનના હાલના નિયમ મુજબ પ્રાંતીય ચૂંટણીના કોઈપણ ઉમેદવારને 10 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની છૂટ છે જ્યારે નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો 10.5 લાખથી લઈને 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. પરંતુ દર વખતે ઉમેદવાર નક્કી કરેલી સીમાને પાર કરી જાય છે.

1.8 અબજથી બજેટ થયું 21 અબજ રૂપિયા
વર્ષ 2008માં પાકિસ્તાન ચૂંટણી આયોગનું વાર્ષિક બજેટ 1.8 અબજ રૂપિયા હતું. વર્ષ 2013માં આ બજેટ 4.6 અબજ રૂપિયા થયું હતું જ્યારે આ વર્ષે બજેટને વધારીને 21 અબજ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી આયોગના હાલના ડાયરેક્ટર જનરલ બજેટથી આ અંગેની માહિતી મળી છે.

યુવાનોમાં ઈમરાન ખાન છે લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના જનરલ ઈલેક્શન પહેલા જ પાક.ના પૂર્વ પીએમ નવાજ શરીફને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીના નેતા ઈમરાન ખાનથી માંડીને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નેતા હાફિઝ સહિતના નાના-મોટા રાજનેતાઓ મોદીના વિરોધના નામે વોટ માંગ્યા હતા. જણાવી દઈએ કે ઈમરાન ખાન પાકિસ્તાનના આગામી પીએમ બની શકે છે. યુવાનોમાં ઈમરાન ખાનની લોકપ્રિયતા વધુ જોવા મળી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
