Pakistan Economic Crisis : પાકિસ્તાન આર્થિક સંકટમાં ફસાયું, એક સપ્તાહ બાદ બની શકે છે ડિફોલ્ટ

Pakistan Economic Crisis : પાકિસ્તાનના અનેક કોલ બાદ પાકિસ્તાની અધિકારીઓ અને IMF ટીમ વચ્ચે 31 જાન્યુઆરીથી વાતચીત શરૂ થઈ હતી અને 9 ફેબ્રુઆરી સુધી વાતચીત ચાલી હતી, પરંતુ IMFએ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

Pakistan Economic Crisis : પાકિસ્તાન વર્તમાન સમયમાં ભયાનક આર્થિક સંકટમાં ફસાયું છે. પાકિસ્તાન સાથે 10 દિવસ સુધીની લાંબી બેઠકો બાદ આઇએમએફ દ્વારા લોન આગળનો હપ્તો આપવાની ના પાડી દીધી છે.

પાકિસ્તાન અને આઇએમએફના અધિકારીઓ વચ્ચે 10 દિવસ સુધી બેઠકો બાદ પણ સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ સુધી પહોંચવામાં નિષ્ફળતા મળી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય મુદ્રા સંકટ સામે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 1.1 અરબ ડોલરની નવી લોન આપવાનો હતો.

પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે લોન પ્રોગ્રામ પરની વાતચીત ફરી એકવાર નિષ્ફળ

પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે લોન પ્રોગ્રામ પરની વાતચીત ફરી એકવાર નિષ્ફળ

પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર નવ વર્ષમાં ગુરુવારના રોજ પ્રથમ વખત 3 બિલિયન ડોલરના ભયજનક સ્તરથી નીચે ગયો, એટલે કે હવે પાકિસ્તાન પાસે દેશ ચલાવવા માટે 3 બિલિયન ડોલર કરતાં ઓછો બચ્યો છે.

બીજી તરફ પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે લોન પ્રોગ્રામ પરની વાતચીત ફરી એકવાર નિષ્ફળ ગઈ છે અને IMFના અધિકારીઓએ હાલમાં પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરતા દેશ છોડી દીધો છે.

IMFએ પાકિસ્તાનને લોન આપવા પર પ્રતિબંધ

IMFએ પાકિસ્તાનને લોન આપવા પર પ્રતિબંધ

પાકિસ્તાન સરકારે આશા વ્યક્ત કરી હતી કે, IMF સાથે તેની મંત્રણા સફળ થશે, પરંતુ IMFની કઠોર પરિસ્થિતિઓ વચ્ચે આ મંત્રણા નિષ્ફળ રહી છે. પાકિસ્તાનને IMF પાસેથી 1.1 બિલિયન ડોલરની લોન મળવાની હતી, જે અત્યારે મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે 6.5 બિલિયન ડોલરનો બેલઆઉટ પેકેજ કરાર થયો હતો, જે શરતોનું બાદમાં પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને IMFએ પાકિસ્તાનને લોન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પાકિસ્તાનની સ્થિતિ અત્યંત દયનીય

પાકિસ્તાનની સ્થિતિ અત્યંત દયનીય

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ તેના નવીનતમ સાપ્તાહિક અપડેટમાં જણાવ્યું છે કે, બાહ્ય દેવાની ચુકવણીને કારણે 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પાકિસ્તાનના વિદેશી વિનિમય ભંડારમાં વધુ 170 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

પાકિસ્તાની બેંકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, હવે પાકિસ્તાન પાસે માત્ર 2.92 બિલિયન ડોલર બચ્યા છે અને બેંકે ખતરનાક સ્થિતિ દર્શાવતા જણાવ્યું છે કે, હવે પાકિસ્તાન તેનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જઈ શકે છે. આવી સ્થિતિમાં દેશ ડિફોલ્ટ થઈ જશે.

પાકિસ્તાની બેંકનું કહેવું છે કે, હવે પાકિસ્તાન પાસે સામાન ખરીદવા માટે માત્ર 2 અઠવાડિયાના પૈસા બચ્યા છે. જોકે, પાકિસ્તાનના નાણામંત્રી હજૂ પણ આશાવાદી છે કે, IMF સાથેની વાતચીત સફળ થશે. ઉલ્લેખનીય છે કે, IMFના અધિકારીઓએ પાકિસ્તાન છોડી દીધું છે.

શું પાકિસ્તાન ડિફોલ્ટ થશે?

શું પાકિસ્તાન ડિફોલ્ટ થશે?

પાકિસ્તાન અને IMF વચ્ચે લોન વાટાઘાટોની નિષ્ફળતા દેશ માટે ખૂબ જ ખતરનાક સ્થિતિનું નિર્માણ કરે છે, કારણ કે IAF ના ઇન્કાર પછી, પાકિસ્તાન મિત્ર દેશો પાસેથી પણ મદદ મેળવી શકશે નહીં.

જો પાકિસ્તાને IMF પાસેથી 1.1 બિલિયન ડોલરનો હપ્તો મેળવ્યો હોત, તો તે ડિફોલ્ટ થવાનું ટાળી શક્યું હોત, પરંતુ પાકિસ્તાની સમાચાર ટ્રિબ્યુને તેના અહેવાલમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન પાસે હવે વિદેશમાંથી માલ આયાત કરવા અને તેનું દેવું ચૂકવવાનું માધ્યમ છે.

બીજી તરફ, પાકિસ્તાન સરકારે જણાવ્યું છે કે, તે તેના નાગરિકો પાસેથી 170 અબજ પાકિસ્તાની રૂપિયાનો ટેક્સ વસૂલશે, એટલે કે પાકિસ્તાનના લોકો, જે પહેલાથી જ મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહ્યા છે, શાહબાઝ સરકાર તેમને પડ્યા પર પાટુ મારવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X