પોતાના કબૂલનામા પર 12 કલાક પણ ન ટક્યુ પાકિસ્તાન, કહ્યુ- અમારે ત્યાં નથી દાઉદ
દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાની વાતમાંથી પલટી ગયુ અને કહ્યુ કે 'દાઉદ અમારે ત્યાં નથી'.
નવી દિલ્લીઃ શનિવારે પાકિસ્તાને માન્યુ કે મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ તેમના દેશમાં જ છે. આ સમાચાર ખુદ પાકિસ્તાનના હવાલાથી આપવામાં આવ્યા હતા. એટલુ જ નહિ પડોશી દેશે એ પણ માન્યુ હતુ કે દાઉદ પાકિસ્તાનમાં રહે છે અને તેની સામે કાર્યવાહી પણ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાની વાતમાંથી પલટી ગયુ. ત્યાંના વિદેશ મંત્રાલયે હવે આ સમાચારને ફગાવી દીધા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યુ કે ભારતીય મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન પોતાની જમીન પર અમુક સૂચિબદ્ધ વ્યક્તિઓ(દાઉદ ઈબ્રાહીમ)ની ઉપસ્થિતિનો સ્વીકાર કર્યો છે.

આ દાવો નિરાધાર અને ભ્રામક છે. આ ઉપરાંત તેણે એ વાતને પણ ફગાવી દીધી કે પાકિસ્તાન આ લોકો પર નવા પ્રતિબંધ લગાવી રહ્યુ છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી આર્થિક પોષણ પર નિરીક્ષણ રાખતી સંસ્થા (એફએટીએફ)ના ગ્રે લિસ્ટની બહાર થવાની કોશિશે હેઠળ પોતાને ત્યાં આ રીતની મોટી કાર્યવાહી કરી છે. તેણે 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ સહિત તેમના આકાઓ પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે.
સમાચાર અનુસાર આ આતંકી સંગઠનો અને તેમના આકાઓની બધી સંપત્તિઓને જપ્ત કરવા અને બેંક ખાતાઓને સીલ કરવાના આદેશ આપ્યા છે. પેરિસ સ્થિત એફએટીએફે જૂન, 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યુ હતુ અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્યયોજના લાગુ કરવા માટે કહ્યુ હતુ પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આ સમય સીમા વધારી દેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
