Video: ભારત ડરપોક છે, અમારી પાસે પરમાણુ બૉમ્બ, સાફ કરી દઇશુ
ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી છે, ત્યારથી પાકિસ્તાન ખરાબ રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી છે, ત્યારથી પાકિસ્તાન ખરાબ રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તેઓ ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની ક્રિકેટરો પણ નિવેદનો આપી રહ્યા છે. શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી અને પાક કેપ્ટન સરફરાઝ અહેમદ બાદ હવે પાકિસ્તાનના કેપ્ટન જાવેદ મિયાંદાદે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમારી પાસે પરમાણુ બૉમ્બ ફક્ત બતાવવા માટે જ નહીં, પરંતુ ચલાવવા માટે પણ છે.

જાવેદ મિયાંદાદે વિવાદિત નિવેદન આપ્યું
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વેવાઈ મિયાંદાદે કહ્યું કે જો તમારી (પાકિસ્તાન) પાસે ઘાતક શસ્ત્રો છે તો હુમલો કરો. તમારો જીવ બચાવવા માટે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. મિયાંદાદે કહ્યું કે વિશ્વભરમાં એક માત્ર નિયમ છે કે તમે આત્મરક્ષણમાં હુમલો કરી શકો, જયારે તેમની લાશો તેમના ઘરે જશે ત્યારે તેમને ભાન થશે.

ભારત ડરપોક દેશ છે: જાવેદ મિયાંદાદ
જાવેદ મિયાંદાદને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને શુ સંદેશ આપશે? તો તેમણે કહ્યું, મેં પહેલાં કહ્યું છે કે ભારત એક કાયર દેશ છે, તેઓએ અત્યાર સુધી શું કર્યું? અમે પરમાણુ બોમ્બ રાખ્યો છે, અમે તેને ચલાવવા માટે રાખ્યો છે, અમને તકની જરૂર છે અને અમે તેમને સાફ કરીશું.
જાવેદ મિયાંદાદનો વીડિયો વાયરલ
જાવેદ મિયાંદાદનો આ વીડિયો પાકિસ્તાનની રમત વેબસાઇટ ખેલશેલ ડોટ કોમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે કેટલાક પત્રકારો સાથે તેમને વાત કરી હતી, જ્યાં જાવેદ મિયાંદાદે આક્રોશ વ્યક્ત કર્યો છે, આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જમ્મુ કાશ્મીરનો વિશેષ અધિકાર સમાપ્ત
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનું બિલ રાજ્યસભા અને લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે રજૂ કર્યું હતું, હવે નવા કાયદા હેઠળ કલમ 37૦ નો એક જ ભાગ જમ્મુ-કાશ્મીર પર લાગુ થશે, હવે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થઈ ગયું છે અને આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો હશે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.
આ પણ વાંચો: પૂર્વ પત્ની રેહમ ખાનનો દાવોઃ ઈમરાન ખાને પીએમ મોદી સાથે કાશ્મીર પર કરી સિક્રેટ ડીલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
