PAK Train hijack Video : પાકિસ્તાન ટ્રેન હાઈજેકનો વીડિયો સામે આવ્યો, જુઓ વીડિયો
PAK Train hijack Video : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મી BLAના બળવાખોરોએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરીને મોટી જાનહાની સર્જી છે.
હવે આ ટ્રેન હાઈજેકનો વીડિયો સામે આવ્યો છે. BLA દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં હુમલાની વિગત આપવામાં આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે વિદ્રોહીઓએ ટ્રેનને નિશાન બનાવી.

હુમલાખોરોએ ટ્રેક પર વિસ્ફોટ કરીને ટ્રેનને રોકી અને ત્યાર બાદ મુસાફરોને બંધક બનાવ્યા.વીડિયોમાં દેખાય છે કે ટ્રેનમાંથી ધુમાડો નીકળતો હતો અને સશસ્ત્ર બળવાખોરો મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢતા જોવા મળે છે.
વિદ્રોહીઓએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો ત્યારે તે સિબી શહેરમાંથી પસાર થઈ રહી હતી. ટ્રેનમાં 400 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી મોટા ભાગે સુરક્ષા કર્મચારીઓ હતાં.
પાકિસ્તાની મીડિયા અનુસાર, 150થી વધુ મુસાફરોને પાકિસ્તાની સેનાએ સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે અને 100થી વધુ મુસાફરો હજુ બળવાખોરોના કબજામાં છે.
Latest from #BLA
— Gidroshian Baloch گِدروشین بلوچ (@AzaadBalach) March 12, 2025
Visuals of the Attack and Seizure of Jaffar Express by Baloch Liberation Army pic.twitter.com/WDiPGEi1TY
પાકિસ્તાની સેનાએ આ હુમલાને ગંભીરતાથી લીધો છે અને તરત જ બચાવ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં બલૂચ વિદ્રોહીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, જ્યાં સુધી અંતિમ વિદ્રોહી ન સમાપ્ત થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
BLAએ પાકિસ્તાની સરકાર સામે પોતાની માંગણીઓ રાખી છે, જેમાં બલૂચ રાજકીય કેદીઓ અને કાર્યકર્તાઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. BLAએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો તેઓ બંધકોની હત્યા કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
