India-China Tension: અમેરિકાએ લદ્દાખ શહીદો અને સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના જતાવી

India-China Tension: અમેરિકાએ લદ્દાખ શહીદો અને સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના જતાવી

વૉશિંગ્ટનઃ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયોએ 15 જૂને પૂર્વી લદ્દાખણાં લાઇન ઑફ એક્ચ્યૂઅલ કંટ્રોલ પર ચીન સાથે થયેલ ટકરાવમાં શહીદ થયેલા 20 સૈનિકો પ્રત્યે સંવેદના જતાવી છે. આની સાથે જ તેમણે ભારતના લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અગાઉ બુધવારે પણ અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી ચીન સાથે થયેલ સંઘ્ષ પર સત્તાવાર નિવેદન આપ્યું હતું.

china

માઇક પોંપેયોએ ટ્વીટ કરી સંદેશ આપ્યો

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયોએ ટ્વીટ કરીને લખ્યું કે, અમે ચીન સાથે થયેલ સંઘર્ષમાં ગુમાવેલી જિંદગીઓ પર ભારતના લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરે છે. અમે હંમેશા સૈનિકોના પરિવાર, તેમના પ્રેમ અને એ સમુદાયને યાદ રાખશું જેઓ આઘાતમાં છે. ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાર્તા થઇ હતી. આ વાર્તા પરિણામવિહણી રહી. પૂર્વી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ટકરાવ હવે એક તણાવપૂર્ણ વળાંક પર આવી ગયો છે.

45 વર્ષ બાદ એલએસી પર થયેલ સંઘર્ષમાં ભારત કર્નલ સંતોષ બાબૂ સહિત 20 સૈનિો શહીદ થઇ ગયા. બુધવારે અમેરિકી વિદેશ વભાગના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલ સ્થિતિ પર સતત નજર બનાવેલી છે. ભારત અને ચીન બંનેએ ડિ-એસ્કલેશનની ઇચ્છા જતાવી છે અને અમે આ વર્તમાન સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. અમેરકી વિદેશ વિભાગ તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ભારત તરફથી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી કે એલએસી પર થયેલ હિંસક ટકરાવમાં ભારતના સૈનિકો શહિત થઇ ગયા છે.

વિદેશ વિભાગના પ્રવક્તા તરફથી આગળ કહેવામાં આવ્યું કે, અમે આ વાત પર ધ્યાન આપ્યું કે ભારતની સેના તરફથી 20 જવાનોના નિધનની વાત કહેવામાં આવી છે અને તેમના પરિવાર પ્રત્યે અમે સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X