Oscars 2023: રેડ કાર્પેટ પર દીપિકાનો જલવો, RRRના રામચરણ અને જુનિ.NTR પણ છવાયા
95માં એકેડમી અવૉર્ડસ એટલે કે ઑસ્કર્સ 2023ની શરુઆત થઈ ગઈ છે. લૉસ એન્જેલસના ડૉલ્બી થિયેટરમાં 95માં ઑસ્કર્સ સમારંભ ચાલી રહ્યો છે.

Oscars 2023 Academy Awards: 95માં એકેડમી અવૉર્ડસ એટલે કે ઑસ્કર્સ 2023ની શરુઆત થઈ ગઈ છે. લૉસ એન્જેલસના ડૉલ્બી થિયેટરમાં 95માં ઑસ્કર્સ સમારંભ ચાલી રહ્યો છે. આ વખતે ઑસ્કર એવોર્ડ શોમાં શેમ્પેઈન ટોનનું કાર્પેટ બિછાવવામાં પાથરવામાં આવ્યુ છે. હૉલીવુડથી લઈને બૉલિવુડ સુધીના ઘણા સ્ટાર્સ કાર્પેટ પર જોવા મળ્યા હતા. આ વર્ષનો ઓસ્કાર સમારોહ ભારતીય ફિલ્મો માટે પણ ખાસ છે કારણ કે ભારતીય ફિલ્મોને મુખ્ય શ્રેણીઓમાં ત્રણ નામાંકન મળ્યા છે.
આ વર્ષે ઑસ્કર 2023ને લઈને દીપિકા પાદુકોણ પણ છવાયેલી રહી છે. દીપિકા પાદુકોણ 95માં એકેડેમી અવોર્ડ્સમાં પ્રસ્તુતકર્તા તરીકે ગઈ હતી. દીપિકા પાદુકોણનો રેડ કાર્પેટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓસ્કરનો લુક પણ શેર કર્યો છે. દીપિકાએ આ વર્ષે ઓસ્કર માટે ખૂબ જ સુંદર બ્લેક ગાઉન પસંદ કર્યું છે. બ્લેક ગાઉન અને ડાયમંડમાં સજ્જ દીપિકાને જોઈને ચાહકો દંગ રહી ગયા.
દીપિકા ઉપરાંત, દિગ્દર્શક એસએસ રાજામૌલી અને RRR અભિનેતાઓ રામ ચરણ અને જુનિયર એનટીઆરએ પણ 95મા એકેડેમી એવોર્ડ્સ માટે કાળા રંગના ભારતીય પોશાકની પસંદગી કરી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરે ઑસ્કર માટે બ્લેક શેરવાની પહેરી હતી. જ્યારે એસએસ રાજામૌલીએ સફેદ ધોતી સાથે કુર્તો પહેર્યો છે.
ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતને ઑસ્કરમાં નોમિનેશન મળ્યા પહેલા ઘણા ગ્લોબલ અવોર્ડ મળ્યા છે. જાન્યુઆરીમાં, નાટુ-નાટુને શ્રેષ્ઠ ગીત માટે ગોલ્ડન ગ્લોબલ અવોર્ડ મળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
