ભારત માટે રવાના થતા પહેલા ઓબામાએ કર્યા મોદીના વખાણ
વોંશિગ્ટન, 23 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત આવતા પહેલા ભારતીય ન્યૂઝ મેગેઝીન ઇન્ડિયા ટૂડેને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા, જ્યારે પાકિસ્તાનને આતંકવાદીઓને છાવરનાર ગણાવ્યું. સાથે જ જણાવ્યું કે પાકિસ્તાને મુંબઇ હુમલાના ગુનેગારને સજા આપવી જ પડશે.
મોદીના વખાણ
- ઓબામાએ આ ઇન્ટરવ્યૂમાં મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટવા માટે ભારતીયોની ઇચ્છાશક્તિને દર્શાવે છે.
- ઓબામાએ જણાવ્યું કે એક ચાવાળાથી લઇને વડાપ્રધાન બનવા સુધીની મોદીની સફર ખૂબ જ વખાણવા લાયક છે.
- તેમણે જણાવ્યું કે ભારતને મુખ્ય રીતે શું મેળવવાનું છે તેને લઇને મોદીનું વિઝન એકદમ સ્પષ્ટ છે.
- ઓબામાની માનીએ તો તેઓ મોદીની ઊર્જાથી ખૂબ જ પ્રભાવિત છે.
- ઓબામા અનુસાર મોદી વિકાસના માર્ગમાં આવનારી તમામ અડચણોને દૂર કરવા માટે તૈયાર છે.

- ઓબામાએ જણાવ્યું કે બે વખત ભારત પ્રવાસ કરનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનવા પર મને ખૂબ જ ખુશી છે.
- ઓબામાની માનીએ તો ભારત અને અમેરિકાના સંબંધોમાં એકબીજાનો સન્માન છે.
- બંને દેશોનો ઇતિહાસ અને પરંપરા અલગ છે પરંતુ અમે એ મજબૂતીને મહત્વ આપીએ છીએ જે અમારા સંબંધમાં સામેલ છે.
- આ બંને દેશોના હિતોને માન્યતા આપે છે, અને અમે સાથે મળીને કામ કરીશું.
- આવું કરવાથી અમારા લોકો માટે વધારેમાં વધારે રોજગારોનું સર્જન થશે.
- એ સત્ય છે કે જેમ બંને દેશ ઇચ્છે છે કે હંમેશા તેટલી ઝડપથી પ્રગતિ નથી થતી.
- આ ઉપરાંત અમેરિકા-ભારતની વચ્ચેના સંબંધોમાં વધુ મજબૂતી આવી છે.
- છેલ્લા ઘણા વર્ષોમાં અમે બંને દેશોની વચ્ચે વ્યાપારને 60 ટકા જેટલો વધાર્યું છે.
- તેનાથી અમેરિકનો અને ભારતીયો માટે રોજગારોનું સર્જન થયું છે.
- તેમણે જી20ની ભૂમિકા વધારવા પર ભાર મૂક્યો છે, જેનાથી ભારત અને અન્ય બીજી અર્થવ્યવસ્થાઓને પણ પ્રતિનિધિત્વ મળે.
- યૂએન સિક્યોરિટી કાઉંસિલમાં ભારતને સ્થાઇ સભ્ય તરીકે પણ સામેલ કરવાની વકાલત કરી.
- બંને દેશોની સેનાઓ વધારે સૈન્ય અભ્યાસોને અંજામ આપી રહી છે.
પાકિસ્તાનને ચેતાવણી
- ઓબામાએ આની સાથે પાકિસ્તાનને પણ ચેતાવણી આપી છે
- આતંકવાદની વિરુદ્ધ લડતમાં ભારતીય-અમેરિકન સાથે છે.
- ભારત અને અમેરિકા પાકિસ્તાનને આતંકવાદીઓનું આશ્રય સ્થાન નહીં બનવા દે.
- 9/11 અને 26/11ના હુમલા બાદ બંને દેશ પોતાની સુરક્ષાના મામલે સાથે ઊભા છે.
- પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું કે અમેરિકા આતંકવાદ સામેની લડતમાં તેની સાથે છે.
- પાકિસ્તાનમાં આતંકવાદને આશ્રય આપવું સાખી નહીં લેવાય
- મુંબઇ હુમલાના આરોપીઓને સજા મળવી જોઇએ.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
