નેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4
નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5 વાગીને 4 મિનિટે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા.
નવી દિલ્લીઃ નેપાળમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5 વાગીને 4 મિનિટે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી. ભૂકંપનુ કેન્દ્ર કાઠમાંડુથી 50 કિમી પૂર્વ હતુ. ભૂકંપના વારંવાર આવી રહેલ ઝટકાથી લોકો ડરી ગયા છે. જો કે આ ભૂકંપથી કોઈ પણ રીતના જાનમાલના નુકશાનના સમાચાર નથી. ભૂકંપના ઝટકા અનુભવ્યા બાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા. નેપાળમાં વર્ષ 2015માં આવેલ ભૂકંપે ભયંકર વિનાશ કરી દીધો હતો. 900થી વધુ લોકોના મોત એ ભૂકંપમાં થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં નેપાળના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. ગયા સપ્તાહે જ મધ્ય નેપાળ અને કાઠમાંડુ ઘાટીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. મધ્ય નેપાળમાં આવેલા ભૂકંપના ઝટકાની તીવ્રતા 4.4 હતી. જો કે આનાથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર નહોતા મળ્યા. વળી, નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં રવિવારે ભૂસ્ખલનની બે અલગ અલગ ઘટનાઓમાં લગભગ નવ લોકો માર્યા ગયા. વળી, ઘણા લોકો ગાયબ થઈ ગયા.
ભૂકંપ ત્યારે આવે છે જ્યારે ધરતીની અંદર પ્લેટ્સ ટકરાય છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ પરસ્પર ટકરાય ત્યારે ત્યાં ફૉલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીના ખૂણા વળી જવાથી ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ તૂટવા લાગે છે. આ પ્લેટ્સના તૂટવાથી અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે જેના કારણે ધરતી હલે છે અને આપણે આને ભૂકંપ કહીએ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
