ઐતિહાસિક જમીન-સીમા કરાર પર થયા હસ્તાક્ષર
આજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો બાંગ્લાદેશ પ્રવાસ શરૂ કર્યો. સવારે લગભગ 9:45 વાગ્યે વડાપ્રધાનનું વિમાન ઢાકા પહોંચ્યું. જ્યાં વડાપ્રધાનનું સ્વાગત બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કર્યું.
વધુમાં એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો. નોંધનીય છે કે વડાપ્રધાનના આ પ્રવાસમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ તેમની સાથે ઢાકા પહોંચ્યા છે.
બાંગ્લાદેશની આ બે દિવસીય મુલાકાત માટે બાંગ્લાદેશમાં ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. એરપોર્ટ પર પીએમના આગમનનું હોર્ટિંગ લગાવામાં આવ્યું હતું. સાથે જ રસ્તા પર પણ અનેક જગ્યાએ વિશાળ પોસ્ટર લગાવામાં આવ્યા હતા.
જોકે રાજકીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. 41 વર્ષથી ચાલી રહેલ સીમા વિવાદનો આજે અંત આવવાનો છે. આજે બન્ને દેશો આની પર હસ્તાક્ષર કરશે. આ સિવાય પણ આ મુલાકાત દરમિયાન સંયુક્ત રાજમાર્ગ, બન્ને દેશોનો વિકાસ તેવા મહત્વપૂર્ણ 20 કરારો પર પણ હસ્તાક્ષર થવાના છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બાંગ્લાદેશ યાત્રા વિષે પળેપળની માહિતી અમે તમને આપતા રહીશું. જે માટે આ આર્ટીકલને રિફ્રેશ કરતા રહો. વધુમાં ફોટોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાની ખાસ પળો...

બંગબંધુ મેમોરિયલ
ત્યારબાદ મોદી બંગબંધુ મેમોરિયલ ગયા. જ્યાં તેમણે બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ શેખ મુજિબુર્રરહેમાનને શ્રદ્ધાજંલિ આપી. નોંધનીય છે કે મુજિબર્રરહેમાને પાકિસ્તાન સામે સશસ્ત્ર લડાઇ લડીને બાંગ્લાદેશને આઝાદી અપાઇ હતી.

1971ના શહીદોને મોદીએ કર્યા યાદ
નરેન્દ્ર મોદી તેમના બાંગ્લાદેશ પ્રવાસની શરૂઆત 1971ના યુદ્ધમાં માર્યા ગયેલા શહીદ જવાનોને શ્રદ્ઘાજંલિ આપીને કરી.

મહત્વપૂર્ણ યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. 41 વર્ષથી ચાલી રહેલ સીમા વિવાદનો આજે અંત આવવાનો છે. આજે બન્ને દેશો આની પર હસ્તાક્ષર કરશે. આ સિવાય પણ આ મુલાકાત દરમિયાન સંયુક્ત રાજમાર્ગ, બન્ને દેશોનો વિકાસ તેવા મહત્વપૂર્ણ 20 કરારો પર પણ હસ્તાક્ષર થવાના છે.
|
મોદીનું ટ્વિટ
મોદીએ બાંગ્લાદેશ પહોંચતા પહેલા બાંગળીભાષામાં તેમના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું કે આશા છે મારો આ પ્રવાસ બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત કરશે.
|
મોદીના પોસ્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તમામ જગ્યાએ મોદી અને શેખ હસીનાના મોટો મોટા પોસ્ટર જોવા મળ્યા.

ગાર્ડ ઓફ ઓનર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઢાકા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

પ્રોટોકોલ તોડ્યો
નરેન્દ્ર મોદીનું બાંગ્લાદેશમાં સ્વાગત કરવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પ્રોટોકોલ તોડ્યો અને હવાઇમથક પર તેમનું સ્વાગત કર્યું. જે માટે નરેન્દ્ર મોદી ટ્વિટ કરી કહ્યું મિત્રને મળવા પ્રોટોકોલ તોડ્યો.

IAF રાજદૂતમાં નીકાળ્યા ઢાકા
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આ વિદેશયાત્રા વડાપ્રધાનના અધિકૃત પ્લેન એરઇન્ડિયામાં નહીં કરે. તેમણે વાયુ સેના IAF રાજદૂતમાં બેસી તેમની આ યાત્રા શરૂ કરી.

ઐતિહાસિક જમીન-સીમા કરાર પર થયા હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ 41 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો લાવ્યો અંત. બન્ને દેશોએ જમીન સીમા કરાર પર કર્યા હસ્તાક્ષર

બસ સેવા
શેખ હસીના, મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદીએ ભારત-બાંગ્લાદેશ બસ સેવાને લીલી ઝંડી આપી. આ બસ સેવા બન્ને દેશોના સંબંધને મજબૂત કરવામાં મદદ કરશે.

મમતા જોડે ચર્ચા
બાંગ્લાદેશમાં નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીએ એક બેઠક કરી.

મોદીની ગિફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને કલ્પવૃક્ષ અને કામધેનુનું હાથવણાટથી બનેલું ચિત્ર ભેટમાં આપ્યું.

ચર્ચા
ત્યારબાદ બન્ને દેશના વડાઓએ એક બીજા જોડે ચર્ચા કરી વિવિધ મુદ્દાઓ પર વાત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
