'ચિડીયા આઝાદ થઇ' ટ્વીટર ખરીદ્યા બાદ એક્શનમાં મસ્ક, જાણો શુ કહ્યું
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટર ખરીદી લીધુ છે. આ બાદ એળન મસ્ક એક્શનમાં આવ્યા છે. એક અહેવાલ એવો પણ છેકે એલન મસ્કે ટ્વીટર પોતાના નામે કર્યા બાદ જ પરાગ અગ્રવાલ અને બે અધિકારીઓને હેડક્વાર્ટરમાંથી બહાર કર્યા છે. હવ
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટર ખરીદી લીધુ છે. આ બાદ એળન મસ્ક એક્શનમાં આવ્યા છે. એક અહેવાલ એવો પણ છેકે એલન મસ્કે ટ્વીટર પોતાના નામે કર્યા બાદ જ પરાગ અગ્રવાલ અને બે અધિકારીઓને હેડક્વાર્ટરમાંથી બહાર કર્યા છે. હવે એલન મસ્કે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ટ્વીટરનુ પક્ષી આઝાદ થઇ ગયુ છે. ઉલ્લેખનિય છેકે પરાગ અગ્રવાલ અને એલન મસ્ક વચ્ચે લાંબી ચર્ચા ચાલી રહી હતી અને એવી સંભાવના હતી કે ટ્વિટર ખરીદ્યા પછી પરાગ અગ્રવાલનું પત્તું કપાઈ શકે છે.

એલન મસ્કે કેવી રીતે ટ્વીટર ખરીદ્યું?
જો કે એલોન મસ્ક પહેલા જ ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો ખરીદી ચૂક્યા હતા, પરંતુ આ વર્ષે 13 એપ્રિલે તેમણે જાહેરમાં પહેલીવાર ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. આ માટે તેમણે ટ્વીટર બોર્ડને $54.20 પ્રતિ શેરના ભાવે $44 બિલિયનની ઓફર કરી હતી. પરંતુ બાદમાં એલોન મસ્ક તેની ડીલમાંથી પીછેહઠ કરતા દેખાયા અને તેની પાછળ ફેક એકાઉન્ટ્સનો ઉલ્લેખ કર્યો. આ અંગે સીઈઓ પરાગ અગ્રવાલ અને એલન મસ્ક વચ્ચે પણ ઘણી ચર્ચા થઈ હતી. એલોન મસ્કે સ્પામ એકાઉન્ટ્સને ટાંકીને સોદો હોલ્ડ પર રાખ્યો હતો.

અદાલતે આપ્યો હતો આદેશ
એલન મસ્કના ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખ્યા પછી ટ્વીટરે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને પછી યુએસ કોર્ટે આ 27 ઓક્ટોબર સુધીમાં એલન મસ્કને ટ્વીટર ખરીદવુ કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવા કહ્યું હતુ. કોર્ટનો સમય પૂરો થાય તેના એક દિવસ પહેલા અચાનક ટ્વીટરના હેડક્વાર્ટરમાં વોશ બેસિન લઇને દેખાયા અને ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે એલન મસ્ક ટ્વીટર ખરીદવાનો અંતિમ નિર્ણય લઈ શકે છે અને હવે તેણે ટ્વિટરે ખરીદીની સત્તાવાર જાહેરાત કરી છે.

ડીલમાં ક્યાં આવી રહી હતી સમસ્યા?
અહેવાલો અનુસાર ટ્વrટર એક્વિઝિશનના માર્ગમાં એલોન મસ્ક સામેનો સૌથી મોટો પડકાર ધિરાણનો હતો. મોર્ગન સ્ટેન્લી અને બેંક ઓફ અમેરિકા સહિત બેંકોના જૂથે આ વર્ષની શરૂઆતમાં મસ્કને ટ્વીટર ખરીદવા માટે જરૂરી $12.5 બિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા હતા. એલન મસ્ક અને બેંકો વચ્ચે થયેલા કરાર મુજબ બેંકો એલન મસ્કને ડીલ ફાઈનલ કરવા માટે લોન આપવા બંધાયેલી હતી, પરંતુ એપ્રિલ મહિના પછી અર્થતંત્ર અને માર્કેટમાં આવેલા ફેરફારોએ બેંકો માટે એલન મસ્કને લોન આપવાના વાયદાને ઓછો આકર્ષક કર્યો હતો. એલન મસ્કે પણ તેમના એક ટ્વીટમાં કહ્યું કે તેમનું જૂથ માને છે કે ટ્વીટરની કિંમત તેની મૂળ કિંમત કરતા ઘણી વધારે મૂકવામાં આવી છે.

CEOને કાઢ્યા, કર્મચારીઓુ શું થશે?
ટ્વીટર ડીલ ફાઈનલ થયાની થોડી જ મિનિટો પછી એલોન મસ્કે CEO પરાગ અગ્રવાલને બરતરફ કર્યા, સીએફઓ નેડ સેગલને ટર્મિનેટ કર્યા અને તેમને ટ્વિટર હેડક્વાર્ટરમાંથી બહાર કાઢ્યા. જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું હવે એલોન મસ્ક મોટા પાયે કર્મચારીઓની છટણી કરશે? એલન મસ્કે ટ્વીટર હેડક્વાર્ટર વિશે પોતાના એક જૂના ટ્વિટમાં કહ્યું હતું કે, ટ્વિટર હેડક્વાર્ટરને 'બેઘરોના ઘર'માં બદલવું જોઈએ, કારણ કે વાસ્તવમાં અહીં બહુ ઓછા લોકો કામ કરે છે.
|
કર્મચારીઓને કાઢવાનો કર્યો ઇનકાર
વોશિંગ્ટન પોસ્ટે ગયા અઠવાડિયે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે એલોન મસ્કે તેના રોકાણકારોને કહ્યું છે કે, જો તે ટ્વીટરનો માલિક બનશે તો તે ટ્વીટરના 7500 કર્મચારીઓમાંથી ત્રણ ચતુર્થાંશ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખશે, જે પછી ટ્વીટર કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં પરિચિત દસ્તાવેજો અને અનામી સ્ત્રોતોને ટાંક્યા હતા, પરંતુ જ્યારે એલન મસ્ક ટ્વીટરના કર્મચારીઓને મળ્યા ત્યારે તેમણે ખાતરી આપી હતી કે તેઓ કર્મચારીઓને છટણી નહીં કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
