મળો પાકિસ્તાનની ફાયરબ્રાન્ડ બ્યુટી વિથ બ્રેઈન મહિલા નેતાને, અફેરના સમાચારોએ પુરા પાકિસ્તાનને હલાવ્યુ હતુ
પાકિસ્તાનના ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી વચ્ચે ત્યાંની મહિલા નેતા હિના રબ્બાનીની ખુબ ચર્ચા છે. તેણી પાકિસ્તાની રાજનીતિનો જાણીતો ચહેરો છે.
હિના રબ્બાની ખાર પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ કેબિનેટમાં આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી છે. 46 વર્ષની હિના રબ્બાની ખારને બ્યુટી વિથ બ્રેઈન કહેવામાં આવે છે.

હિનાર રબ્બાની એક જમીનદાર પરિવારમાંથી આવે છે અને 2011 માં પાકિસ્તાનની સૌથી નાની અને પ્રથમ મહિલા વિદેશ પ્રધાન બની હતી. આ દરમિયાન તેણી ભારતની મુલાકાતે પણ આવી હતી.
હિના રબ્બાનીને નરમ સ્વભાવની નેતા માનવામાં આવે છે પરંતુ કેટલીકવાર તે એવા પ્રશ્નો પૂછે છે જેના જવાબ વિપક્ષના નેતાઓ પાસે હોતા નથી. હિનાએ બે વર્ષ પહેલા સંસદમાં ઈમરાન ખાનના વિદેશ મંત્રી રહેલા શાહ મેહમૂદ કુરેશીને એવા સવાલો પૂછ્યા કે તે મુંઝાઈ ગયા.
અત્યારે અમે તમને હિના રબ્બાની ખારના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણે છે.
હિના રબ્બાની ખાર પાકિસ્તાનની વિદેશ મંત્રી બની ત્યારે ચર્ચામાં આવી હતી., હિના રાજકારણમાં પ્રવેશનારી તેના પરિવારની એકમાત્ર સભ્ય નથી. જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવતી હિનાએ 2002માં યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી વિદેશી સંબંધો અને ભાષાઓમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
આ પછી તેણીએ થોડા દિવસ પ્રોફેસર તરીકે પણ સેવા આવી. હિનાના પિતા ગુલામ નૂર રબ્બાની પણ પાકિસ્તાનના જાણીતા રાજકારણી રહી ચૂક્યા છે. તેણીના લગ્ન ફિરોઝ ગુલઝાર સાથે થયા છે અને બંનેને બે દીકરીઓ દિના અને અનાયા છે. આ પછી હિના રાજકારણ તરફ વળી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં જોડાઈ.
હિના રબ્બાની બે બાળકોની માતા છે અને વિવાહિત જીવન પણ ખુશીઓથી ભરેલું છે પરંતુ પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની ખારના અફેરના સમાચાર સમયે સમયે આવતા રહે છે.
એક બાંગ્લાદેશી અખબારે દાવો કર્યો હતો કે, આસિફ અલી ઝરદારી પાસે હિના અને બિલાવલના અફેરના પુરાવા છે. આસિફ આ સંબંધથી ખૂબ નારાજ છે. આસિફ અલી ઝરદારીની નારાજગીનું કારણ એ હતું કે હિના રબ્બાની બિલાવલ કરતા 10 વર્ષ મોટી હતી.
આ સિવાય દાવો કરવામાં આવ્યો છે કે બિલાવલની બહેનો પણ હિનાને પસંદ નથી કરતી. જો કે, બાદમાં પીપીપીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મામલાને ખોટો ગણાવ્યો. હિનાના પતિએ પણ નિવેદન જારી કરીને તેને નકામા સમાચાર અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.
હિના રબ્બાની તેના બ્રાન્ડેડ પર્સ, લિપસ્ટિક અને હાઈ હીલ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. જ્યારે તે વિદેશ મંત્રી હતી ત્યારે તે હર્મિસ બર્કિન બેગ સાથે રાખતી હતી, જેની કિંમત 5 થી 8 લાખ રૂપિયા હતી.
તેની લિપસ્ટિકની કિંમત 27 હજાર રૂપિયા હતી. જ્યારે હાઈ હીલ્સના શૂઝની કિંમત 60 થી 70 હજાર રૂપિયા હતી. હિના પાસે પાકિસ્તાનમાં કરોડો રૂપિયાની બેન્ટલી અને પોર્શે જેવી લક્ઝુરિયસ કાર છે. કહેવાય છે કે તેની પાસે એક ટાપુ પણ છે. જ્યારે નેટવર્થની વાત કરીએ તો હિના રબ્બાની 42 કરોડ રૂપિયાની માલિક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
