Medical Rape : શું હોય છે મેડિકલ બળાત્કાર? જાણો કેમ હાલ દુનિયાભરમાં ચર્ચામાં છે?
Medical rape n california : અમેરિકામાં આ દિવસોમાં મેડિકલ રેપ શબ્દ પર ઘણી ચર્ચા થઈ રહી છે. કેલિફોર્નિયાના એક કપલ સાથે બનેલી ઘટનાએ આ ચર્ચા શરૂ કરી છે.
અમેરિકાના કેલિફોર્નિયાનામાં રહેતા આ કપલે તેમની સાથે બનેલી ઘટના ઉજાગર કર્યા બાદ જાણનારા લોકોના હોશ ઉડાવી દીધા છે.

ધ ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર, કેલિફોર્નિયાના રહેવાસી જેન અને જોન રોનાને લગ્નના ઘણા વર્ષો સુધી બાળકો નહોતા થયા. 1983 માં આ કપલે લોસ એન્જલસના IVF નિષ્ણાત ડૉ. હેલ સી. ડેન્ઝરનો સંપર્ક કર્યો અને ડૉક્ટરે IVF ની સલાહ આપી.
જો કે દંપતીએ ત્રણ વખત સફળતા ન મળી અને એપ્રિલ 1984માં જેને જોડિયા બાળકોને જન્મ આપ્યો. દુઃખની વાત એ છે કે નવજાત શિશુ માત્ર એક દિવસ જીવ્યું. દંપતીએ IVF નો બીજો રાઉન્ડ પસાર કર્યો. આ પછી જેન સફળતાપૂર્વક ગર્ભવતી બની અને જૂન 1986માં જોડિયા દીકરીઓને જન્મ આપ્યો.
આ પરિવાર આ પછી વર્ષો સુધી ખુશીથી જીવતો રહ્યો. જો કે જાન્યુઆરી 2023 માં જ્યારે એક છોકરીએ તેના વંશને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરાવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા. તેનો ડીએનએ તેની માતા સાથે મેળ ખાતો હતો પરંતુ તેના પિતા સાથે નહીં.
આ મૂંઝવણમાં તેણીએ તેની માતાને પુછપરછ કરી.તપાસમાં ખુલાસો થયો કે ડૉ. ડેન્ઝરે IVF પ્રક્રિયા દરમિયાન દંપતીની સંમતિ કે જાણકારી વિના બીજા પુરુષના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો. આ ઘટસ્ફોટને કારણે જેને ડૉક્ટર સામે મેડિકલ રેપનો કેસ દાખલ કરાયો છે. આ કેસની સુનાવણી કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલી રહી છે.
ડીએનએ ટેસ્ટમાં બીજી ચોંકાવનારી હકીકત એ પણ સામે આવી હતી કે દીકરીને 16 જૈવિક ભાઈ-બહેનો હતા. રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે આ તમામ બાળકોના ડીએનએ એક જ પિતા સાથે મેળ ખાતા હતા.
આ પછી સ્પષ્ટ થઈ ગયું કે તમામ માતા-પિતાએ 1971 અને 1992 ની વચ્ચે ડૉ. ડેન્ઝર સાથે IVF સારવાર કરાવી હતી, જે દરમિયાન તેણે તે જ શુક્રાણુ દાતાનો ઉપયોગ કર્યો હતો. એકબીજાને જાણ્યા પછી, ભાઈ-બહેનોએ પોતપોતાના પરિવારનો સંપર્ક કર્યો, જેઓ ડૉક્ટરની આવી હરકતોથી દુખી છે.












Click it and Unblock the Notifications
