જાણો શું છે ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ? જાણો કેમ દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે?
ઈઝરાયેલમાં ફરીથી આતંકી સંગઠન હમાસે હુમલા કરતા ઈઝરાયેલી સેનાએ મોટી તૈયારી સાથે ઓપરેશન શરૂ કર્યુ છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈઝરાયલી દળોએ ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કર્યું છે. ઈઝરાયેલનું આ ઓપરેશન હમાસ માટે કાળ બનશે તે નક્કી છે. હવે તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

હાલમાં જ હમાસે અચાનક ઈઝરાયેલ પર મોટા હુમલા કર્યા છે અને તેનાથી દક્ષિણ ઈઝરાયેલમાં મોટી તબાહી સર્જાઈ છે. 1973ના યુદ્ધની 50મી વર્ષીએ હમાસ દ્વારા ઈઝરાયેલ પર રોકેટ સહિતના હથિયારોથી હુમલા કરતા હવે ઈઝરાયેલે એક્શન શરૂ કરી છે.
ઇઝરાયેલી સેના અનુસાર, ઇઝરાયેલ પર હમાસના ઓચિંતા હુમલાના જવાબમાં ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કર્યું છે. IDF પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું કે, સવારે 6:30 વાગ્યાથી ઇઝરાયેલમાં 2,200 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.
હગારીએ કહ્યું કે, હમાસના આતંકવાદીઓ જમીન, સમુદ્ર અને હવાથી ઘૂસણખોરી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલના પશ્ચિમ કાંઠે હમાસના નાયબ વડા સાલેહ અલ-અરૌરીએ શસ્ત્રો ઉઠાવવાની વાત કરી છે.
તેણે કહ્યું કે, આપણે બધાએ આ યુદ્ધ લડવું જોઈએ. લડાઈમાં પશ્ચિમ કાંઠો એ છેલ્લો શબ્દ છે અને તે પશ્ચિમ કાંઠાની તમામ વસાહતો સાથે મુકાબલો શરૂ કરી શકે છે. અમે લોકોને અલ-અક્સા પૂર સામેની લડાઈમાં ભાગ લેવા આહ્વાન કરીએ છીએ.
ઇઝરાયેલી સેનાએ નિયંત્રણ ગુમાવ્યું હોવાની જાહેરાત પછી પેલેસ્ટિનિયન ઉત્તરી ગાઝા પટ્ટીમાં ક્રોસ કરીને ઇરેઝ અથવા બીટ હનુનમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ગાઝા પટ્ટી નજીક ઇઝરાયેલની સાઇટ્સ પરથી ઇઝરાયલી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા સાત સ્થળોએ સામ-સામે લડાઈ ચાલી રહી છે. આ સિવાય અક્શા મસ્જિદમાંથી સતત ઘોષણાઓ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ચેક સરકારે સાથી ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા શરૂ કરવા બદલ હમાસની નિંદા કરી છે. ચેક વડા પ્રધાન પેટ્ર ફિઆલાએ ટ્વિટર પર કહ્યું છે કે, હું ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરું છું.
તેમણે આગળ કહ્યું કે, મારી સહાનુભુતિ હિંસાનો ભોગ બનેલા નિર્દોષ લોકો સાથે છે અને હું ઇઝરાયેલમાં અમારા મિત્રોને પરિસ્થિતિનો ઝડપી પ્રતિસાદ અને શાંતિ અને સલામતી સાથે રહેવાની તેમની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અપીલ કરૂ છું.
અનાદોલુ એજન્સીના અહેવાલો અનુસાર, ગાઝા પટ્ટીના સરહદી વિસ્તારમાં ઇઝરાયેલી દળો અને પેલેસ્ટિનિયન જૂથો વચ્ચેની અથડામણમાં ચાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને પાંચ ઘાયલ થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
