Japan Earthquake: જાપાનમાં ભૂકંપ બાદ આવ્યા 60 આફ્ટરશૉક, હજારો લોકોએ છોડ્યા ઘર, 6ના મોત
Japan Earthquake: જાપાનમાં નવા વર્ષની શરૂઆત મોટી દૂર્ઘટના સાથે થઈ. 7.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને સુનામીની ચેતવણી બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હજારો લોકોએ તેમના ઘરો ખાલી કરી દીધા છે. વળી, ભૂકંપ દરમિયાન ઇમારતો ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા.
તીવ્ર ભૂકંપના કારણે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભૂકંપ બાદ પણ 60થી વધુ નાના આફ્ટરશોક્સ આવ્યા. સત્તાવાળાઓએ બાદમાં દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી કહ્યું હતું કે 3 મીટર સુધી ઉંચી લહેરો ઉઠશે પરંતુ બાદમાં કહેવામાં આવ્યુ કે 1 મીટર સુધીની લહેરો ઉઠશે.

જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. ભૂકંપ પછી તરત જ પશ્ચિમી બીચ પર એક મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર નોટો પેનિનસુલા હતું. છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ ડઝનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલ છે.
આંચકા એટલા જોરદાર હતા કે ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને રસ્તાઓમાં તિરાડ પડી ગઈ. વજીમા શહેરમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. જાપાનના મુખ્ય ટાપુ હોન્શુ પરના નગરોમાં સુનામીની ચેતવણી અને તબાહીની તસવીરો સામે આવ્યા બાદ હજારો લોકો ઘરની બહાર નીકળી ગયા છે.
સ્થાનિક ન્યૂઝ ચેનલોના અહેવાલો અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપના કારણે ઈલેક્ટ્રીક થાંભલા અને લાઈનોને નુકસાન થયું હતું. જેના કારણે 30 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ બાદમાં તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઈશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચર્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા કુલ 51,000 લોકોને જોખમની આશંકા વચ્ચે ઉંચા સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નિપ્પૉન એરવેઝ અને જાપાન એરલાઈન્સ દ્વારા આ પ્રદેશ માટે ફ્લાઈટો રદ કરવામાં આવી હતી અને 40 ટ્રેનોની અવરજવર પર પણ અસર થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
