જેકી ચેનની દીકરીએ 12 વર્ષ મોટી ગર્લફ્રેંડ સાથે લગ્ન કર્યા, ફોટા પણ શેર કર્યા
સુપરસ્ટાર જેકી ચેનની દીકરી એટા નંગ ઘ્વારા પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્ન કરી લેવામાં આવ્યા છે.
સુપરસ્ટાર જેકી ચેનની દીકરી એટા નંગ ઘ્વારા પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્ન કરી લેવામાં આવ્યા છે. 19 વર્ષની એટા પોતાના કરતા 12 વર્ષ મોટી કેનેડિયન એન્ડી ઓટમ સાથે 8 નવેમ્બરે લગ્નના સંબંધમાં જોડાઈ. બંનેએ સોશ્યિલ મીડિયા પર પોતાના લગ્નનું સર્ટિફિકેટ સાથે ફોટો પણ શેર કરીને તેની ઘોષણા કરી. ખબરો અનુસાર બંનેએ કેનેડામાં લગ્ન કર્યા અને હવે તેઓ હોંગકોંગમાં રહેશે. જેકી ચેનની દીકરી એટા ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખવામાં આવ્યું કે પ્રેમની હંમેશા જીત થાય છે.

ફોટો શેર કરીને લખ્યું, પ્રેમની હંમેશા જીત થાય છે
સુપરસ્ટાર જેકી ચેનની દીકરી એટાએ કેનેડાની રહેવાસી એન્ડી ઓટમ સાથે લગ્ન કર્યા છે. ઓટમેં સોશ્યિલ મીડિયા પર બંનેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, 'પત્ની અને પત્ની તરીકે હોંગકોંગ પાછા આવી ગયા, પ્રેમે અમારી આંખો ખોલી નાખી'. ઓટમેં લખ્યું કે એટાએ તેને અસલી હોવાનું ગિફ્ટ આપ્યું.

એક વર્ષના રિલેશન પછી લગ્ન
એટાએ પણ એટમ સાથે ફોટો શેર કરીને લખ્યું કે, પ્રેમની હંમેશા જીત થાય છે. એટા અને એટમ છેલ્લા 1 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે એક વર્ષ પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ વર્ષે એપ્રિલમાં બંનેએ એક વીડિયો પોસ્ટ કરીને લોકો પાસે મદદ માંગી હતી.

એટાએ પોતાના માતા-પિતાને હોમોફોબિક ગણાવ્યા હતા
એટાએ વીડિયોમાં કહ્યું હતું કે સમલેંગિક સંબંધોથી નફરત કરનાર માતા-પિતાને કારણે આજે તેઓ એક મહિનાથી બેઘર છે. ઘણી રાતો અને પુલની નીચે અને બીજી ઘણી જગ્યા પર વિતાવી છે. વીડિયોમાં એટાએ પોતાના પિતાને હોમોફોબિક ગણાવ્યા હતા. ત્યારપછી જેકી ચેને સફાઈ આપતા કહ્યું હતું કે તેમને પોતાની દીકરીની સેક્સુઆલિટીથી કોઈ જ તકલીફ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
