પુતિનને મળવા મૉસ્કો પહોંચ્યા ઈઝરાયેલી PM, યુક્રેન સંકટ પર થઈ વાતચીત
ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે યુક્રેન સંકટને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મૉસ્કોમાં મુલાકાત કરી.
મૉસ્કોઃ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે યુક્રેન સંકટને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મૉસ્કોમાં મુલાકાત કરી. ઈઝરાયેલ આ પહેલા આ વિવાદના સમાધાન માટે મધ્યસ્થતાની રજૂઆત કરી ચૂક્યુ છે. ઈઝરાયેલી પીએમના મૉસ્કો પહોંચવાને ઘણુ મહત્વનુ સમજવામાં આવી રહ્યુ છે. અચાનકથી નફ્તાલીનુ મૉસ્કો પહોંચવુ ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. ઈઝરાયેલને આ સ્થિતિમાં સંભવિત મધ્યસ્થ તરીકે જોવામાં આવતો રહ્યુ છે.

રશિયા-યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધના 10માં દિવસે ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ શનિવારે મૉસ્કો પહોંચ્યા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બેનેટ વચ્ચે અઢી કલાકથી પણ વધુ સમય સુધી વાતચીત થઈ. ઈઝરાયેલે રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની રજૂઆત કરી પરંતુ અધિકારીઓએ સફળતાની આશા ઘટાડી દીધી છે.
જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકાના નજીકના સહયોગી ઈઝરાયેલે રશિયાના આક્રમણની નિંદા કરી હતી અને કીવ સાથે એકજૂટતા વ્યક્ત કરી. ઈઝરાયેલ યુક્રેનને માનવીય સહાયતા પણ મોકલી ચૂક્યુ છે. ઈઝરાયેલે કહ્યુ છે કે તે સંકટને ઘટાડવામાં મદદ કરવાની આશા સાથે મૉસ્કો સાથે કમ્યુનિકેશન જાળવી રાખશે. રશિયાની સૈન્ય કાર્યવાહી બાદથી ઈઝરાયેલે આ મુદ્દે સંતુલિત વલણ અપનાવવાની કોશિશ કરી છે.
તે સતત બંને દેશોના મોટા નેતૃત્વના સંપર્કમાં છે. બંને પક્ષોને બેલારુસમાં વાતચીતના ટેબલ પર લાવવામાં પણ ઈઝરાયેલની મહત્વની ભૂમિકા સમજવામાં આવી રહી છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી યેર લેપિડે જો કે યુક્રેનમાં રશિયાના સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે પરંતુ ઈઝરાયેલના પ્રધાનમંત્રી રશિયા સામે ખુલીને કંઈ પણ બોલતા દેખાઈ રહ્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
