ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા
સિડની, 15 ડિસેમ્બર : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા એક કાફેમાં IS એટલે કે ઇસ્લામિક સ્ટેટના ઓથામાં ઓછા એક બંદૂકધારીએ અનેક લોકોને બંધક બનાવ્યા હોવાના અહેવાલ મીડિયા દ્વારા પ્રાપ્ત થયા છે.
ઓસ્ટ્રેલિયા સરકારની એબીસી ટેલિવિઝન ચેનલ દ્વારા પ્રાપ્ત સમાચાર અહેલાવમાં દર્શાવ્યા અનુસાર મધ્ય સિડનીના અત્યંત વ્યસ્ત ટુરિસ્ટ અને શોપિંગ માટે જાણીતા જિલ્લા માર્ટિન પ્લેસમાં આવેલા લિન્ડ ચોકલેટ કાફેની બારીમાં ઓછામાં ઓછી ત્રણ બંધક વ્યક્તિઓ પોતાના હાથ ઉપર રાખીને ઉભેલી દેખાય છે.
કાફેની બારીમાં ઇસ્લામિક સ્ટેટને ઝંડો પણ ફરકતો જોઇ શકાય છે. ટીવી ચેનલના અહેવાલમાં ઘટનાને નિહાળનારાઓનું કહેવું છે કે કાફેમાંથી મોટા ઘડાકા સંભળાતા હતા, જેનો અવાજ ગન શોટ જેવો હતો. આ ઘટનાને પગલે સેંકડો પોલીસ જવાનોએ માર્ટિન પેલેસને સીલ કરવા સાથે લોકોને આ વિસ્તારમાં નહીં આવવા માટે અપીલ કરી છે. આ વિસ્તારમાં પોલીસ કાર્સનો કાફલો આવી પહોંચ્યો છે અને એક પોલીસ અધિકારીએ પોતાની બંદૂક તૈયાર રાખી છે.
શહેરમાં આવેલા લેન્ડમાર્ક સિડની ઓપેરા હાઉસને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કાફેની સામે આવેલો ચેનલ સેવનનો ન્યુઝરૂમ પણ ખાલી કરી દેવડાવામાં આવ્યો છે. આ અંગે ન્યુઝ ચેનલના પ્રોડ્યુસર પેટ્રિક બ્રાયનનું કહેવું છે કે 'અમે દોડીને અમારી બારી પાસે જઇને જોયું તો કાફેમાં ચોંકાવનારા અને આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા જેમાં લોકો કાફેમાં કાંચની શીશીઓની સામે હાથ અધ્ધર રાખીને ઉભા હતા.'
તેમણે જણાવ્યું કે 'અમને આ જોઇને અજુગતું લાગી રહ્યું હતું. બંદૂકધારી તેમને આમ કરાવી રહ્યા હતા. તેટલી વારમાં પોલીસે માર્ટિન પ્લેસને ઘેરી લીધું હતું. આ વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. કાપેની બારીમાં આઇએસઆઇએસ (ISIS)નો ઝંડો દેખાઇ રહ્યો હતો.'
આ ઘટનાક્રમની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1
ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા

2
ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા

3
ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા

4
ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા

5
ઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા

6
ૉઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
