શું ચીન ખરેખર ચંદ્ર પર કબ્જો કરવાની તૈયારી કરી રહ્યું છે? જાણો શું છે પુરી બબાલ?
ચીને યુએસ સ્પેસ ચીફના દાવાને ફગાવી દીધા છે કે બેઇજિંગ તેના લશ્કરી અવકાશ કાર્યક્રમના ભાગ રૂપે ચંદ્રના અધિગ્રહણ પર વિચાર કરી શકે છે અને વોશિંગ્ટન પર અવકાશને યુદ્ધક્ષેત્ર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે.
નવી દિલ્હી : ચીને યુએસ સ્પેસ ચીફના દાવાને ફગાવી દીધા છે કે બેઇજિંગ તેના લશ્કરી અવકાશ કાર્યક્રમના ભાગ રૂપે ચંદ્રના અધિગ્રહણ પર વિચાર કરી શકે છે અને વોશિંગ્ટન પર અવકાશને યુદ્ધક્ષેત્ર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે.

બિલ નેલ્સને ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જર્મન અખબાર બિલ્ડને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિશ્વએ ચીન વિશે ખૂબ જ ચિંતિત હોવું જોઈએ, કારણ કે તે સંભવિત રીતે 'ચંદ્ર પર ઉતરશે અને કહેશે કે તે હવે અમારું છે, તમે બહાર રહો'.

ચીને વિરોધ નોંધાવ્યો
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે યુએસ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના વડાએ તથ્યોની અવગણના કરી હોય અને ચીન વિશે બેજવાબદારીભર્યું વલણ દર્શાવ્યું હોય. યુએસ પક્ષે ચીનના સામાન્ય અને વાજબી બાહ્ય અવકાશ પ્રયાસો સામે અવિરતપણે અભિયાન ચલાવ્યું છે અને ચીન આવી બેજવાબદાર ટિપ્પણીનો સખત વિરોધ કરે છે.

ચીનનો દાવો
તેમણે દાવો કર્યો હ કે ચીન હંમેશા શસ્ત્રો બનાવવાની વિરુદ્ધમાં છે અને તેણે બાહ્ય અવકાશમાં માનવતા માટે એક સામાન્ય ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું છે.

ચીન અવકાશમાં શું કરવા જઈ રહ્યું છે?
જ્યારે ચીન અવકાશમાં કયા સૈન્ય ઉદ્દેશ્યોને અનુસરી શકે છે તે સ્પષ્ટ કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે નેલ્સને કહ્યું કે ચીની અવકાશયાત્રીઓ અન્ય દેશોના ઉપગ્રહોને કેવી રીતે નાશ કરવા તે શીખી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે સ્પર્ધા તીવ્ર હશે. તેમણે એમ પણ કહ્યું કે બેઇજિંગ 2035 સુધીમાં પોતાના મૂન સ્ટેશનનું નિર્માણ પૂર્ણ કરી શકે છે અને એક વર્ષ પછી પ્રયોગો શરૂ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
