Iron Beam : શું છે ઇઝરાયેલની નવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન બીમ? જાણો ખાસિયત
Israel Iron Beam : આધુનિક હથિયારો માટે જાણીતુ ઇઝરાયેલ ફરી એક વખત નવા હથિયારને લઈને ચર્ચામાં છે. દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયેલે પોતાના બચાવ માટે આયર્ન બીમ તૈનાત કરવા તૈયારી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, ઇઝરાયેલ બહુ જલ્દી આર્યન ડોમથી પણ આધુનિક આઈરન બીમ જલ્દી તૈનાક કરશે. ઇજરાયેલ એક વર્ષમાં તેને અમલમાં લાવી શકે છે.

આયર્ન બીમ હાઈ પાવપ લેસરની મદદથી કામ કરે છે. તેનાથી દુશ્મનની મિસાઈલ અને રોકેટને જમીન દોસ્ત કરી શકાય છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલય અનુસાર, લેસર સંરક્ષણ પ્રણાલી દેશના આયર્ન ડોમ અને અન્ય સંરક્ષણ પ્રણાલીઓને પૂરક બનાવશે, જે યુદ્ધના નવા યુગની શરૂઆત હશે.
અહેવાલો અનુસાર, આયર્ન બીમ બનાવવા માટે 500 મિલિયન ડોલરથી વધુનો ખર્ચ થયો છે. જ્યારે દેશ પેલેસ્ટાઈનમાં હમાસ અને ઈરાનમાં હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે ત્યારે તે મિસાઈલ, ડ્રોન, રોકેટ અને મોર્ટારને જોડવા અને નિષ્ક્રિય કરવામાં સક્ષમ હશે.
ત્રણ દેશોના જવાબી હુમલાઓએ વ્યાપક વિનાશ સર્જ્યો છે. હાલમાં જ દરિયાકાંઠાના શહેર સીઝેરિયામાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાનને નિશાન બનાવાયુ હતું.
ઇઝરાયેલના આયર્ન ડોમના નિર્માતા રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ અને એલ્બિટ સિસ્ટમ્સ દ્વારા વિકસિત આયર્ન બીમ પ્રકાશની ઝડપે હુમલો કરી શકે છે. તેની પાસે અમર્યાદિત તાકાત હશે.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલય અનુસાર, આયર્ન બીમ નાના અસ્ત્રોને તોડી પાડશે, જ્યારે બેલિસ્ટિક મિસાઇલો જેવા મોટા લક્ષ્યોને એરો 2 અને એરો 3 ઇન્ટરસેપ્ટરની મદદથી તોડી પાડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
