ભારત આવી રહેલા સમુદ્રી જહાજ પર ઈરાનીએ ડ્રોન હુમલો કર્યો હતોઃ પેંટાગોન
હાઇલાઇટ્સ
- હુમલા સમયે જહાજ ભારતના દરિયાકાંઠેથી 200 સમુદ્રી માઇલ દૂર હતું.
- જહાજના ચાલક દળમાં ભારતીયો પણ સામેલ હતા.
- આ હુમલામાં કોઈ જાનહાની નથી થઈ.

શનિવારે ભારતના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો. હવે આ હુમલાને લઈને પેન્ટાગોન તરફથી એક નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરવામાં આવ્યું છે. મોટર શિપ કેમ પ્લુટો, લાઇબેરિયા-ધ્વજવાળું, જાપાની માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમિકલ ટેન્કર પર સ્થાનિક સમય અનુસાર લગભગ 10 વાગ્યે હિંદ મહાસાગરમાં શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો. જે સમયે હુમલો થયો હતો ત્યારે આ જહાજ ભારતીય તટથી 200 નોટિકલ માઇલ દૂર હતું. જહાજના ક્રૂમાં 21 ભારતીયો પણ સામેલ હતા.
આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિયોએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સાગરમાં જહાજો પર હુમલા તેજ કરી દીધા છે. આ પહેલીવાર છે જ્યારે પેન્ટાગોને ઈરાન પર સીધા જહાજોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી ક્રૂડ ઓઈલ લઈને મેંગલુરુ બંદર જઈ રહ્યું હતું.
વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે MV કેમ પ્લુટોનું સંચાલન કરતી ડચ કંપની "ઇઝરાયેલી શિપિંગ ટાયકૂન ઇદાન ઑફર સાથે જોડાયેલી છે.
ભારતીય નૌકાદળના એક અધિકારીએ એએફપીને જણાવ્યું હતું કે, વેપારી જહાજની મદદ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ મોકલવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે 'યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ' (યુકેએમટીઓ) દ્વારા આ ઘટનાની જાણ કર્યા પછી, નેવીના પી-8આઈ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટને જહાજ અને તેના ક્રૂની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. એરક્રાફ્ટે નક્કી કર્યું કે એમવી કેમ પ્લુટો જહાજ અને તેના ક્રૂ સલામત છે.
તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળે વેપારી જહાજની મદદ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ મોકલ્યું જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે પણ કાર્યવાહી કરી અને તેના જહાજ ICGS વિક્રમને સ્થળ પર મોકલ્યું.
હુમલા બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
