Iran-israel war 2026 : ઈરાન યુદ્ધમાં અમેરિકાને મોટુ નુકસાન, 500 થી વધુ સૈનિકોના મોત
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત વિસ્ફોટક અને જોખમી સ્તરે પહોંચી ગયો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના દાવાઓએ પેન્ટાગોન સહિત વૈશ્વિક સૈન્ય સંગઠનોમાં ભારે ચિંતા અને ખળભળાટ મચાવી દીધો છે. ઈરાનનો દાવો છે કે તેણે અમેરિકાના અભેદ્ય ગણાતા સુરક્ષા કવચને તોડીને સૈન્ય ઠેકાણાઓ પર સીધો હુમલો કર્યો છે.

આ હુમલામાં અમેરિકાના અનેક એરબેઝને ભારે નુકસાન થયું હોવાથી વોશિંગ્ટનનું પ્રભુત્વ હવે જોખમમાં મુકાયું છે. સૌથી ચોંકાવનારા અહેવાલ મુજબ આ સંઘર્ષમાં અંદાજે 560 જેટલા અમેરિકી સૈનિકોના જાનહાનિ થયાનો દાવો કરાયો છે. અમેરિકાના શક્તિશાળી વિમાનવાહક જહાજ 'અબ્રાહમ લિંકન' પર ચાર બેલિસ્ટિક મિસાઈલો છોડાતા નૌકાદળમાં મોટો ફટકો પડ્યો છે.
કુવૈતમાં આવેલું અમેરિકી નૌસૈનિક એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ થતાં તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હોવાનું મનાય છે. બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર પણ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા વ્યાપક પાયે તબાહી મચાવવામાં આવી છે. આ આક્રમક કાર્યવાહીને કારણે મધ્ય પૂર્વમાં અમેરિકાનું આખું લોજિસ્ટિક્સ અને ડિફેન્સ નેટવર્ક હાલ લકવાગ્રસ્ત થઈ ગયું છે.
ફારસની ખાડીમાં અમેરિકા અને બ્રિટનના તેલ ટેન્કરો પર થયેલા મિસાઈલ હુમલાઓએ આર્થિક મોરચે પણ મુશ્કેલી વધારી છે. સમુદ્રી માર્ગો પર વધેલા જોખમને કારણે વૈશ્વિક બજારમાં અમેરિકાની પ્રતિષ્ઠા અને ઊર્જા પુરવઠા સામે પ્રશ્નો ઊભા થયા છે. ઈરાન હવે અમેરિકાના આર્થિક હિતો અને સમુદ્રી સુરક્ષાને છિન્નભિન્ન કરવાના મક્કમ ઈરાદા સાથે આગળ વધી રહ્યું છે.
આ વિનાશક સ્થિતિ વચ્ચે અમેરિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આનો હિસાબ લેવાની ચીમકી આપી છે. જોકે અમેરિકાએ સત્તાવાર રીતે મર્યાદિત નુકસાન સ્વીકાર્યું છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. હિઝબુલ્લાહની એન્ટ્રી અને ઈરાનના આક્રમક વલણ સામે અમેરિકા માટે હાલ આ ચક્રવ્યૂહમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
