International Ozone Day : આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ, જાણો ઓઝોન સ્તરનું મહત્વ
International Ozone Day : પૃથ્વી ગ્રહની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટરની ઉંચાઇ પર જોવા મળે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રે એટલે કે પારજાંબલી કિરણોની તિવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન પડ કરે છે.

2023માં ઓઝોન દિવસની થીમ શું છે? - 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવનારા ઓઝોન સ્તરની જાળવણી માટેના 2023ના આંતરરાષ્ટ્રીય દિવસની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે : ઓઝોન સ્તરને ઠીક કરવું અને આબોહવા પરિવર્તન ઘટાડવું.
ઓઝોન દિવસ કોણે જાહેર કર્યો? - 1994માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 16 સપ્ટેમ્બરને ઓઝોન સ્તરની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઘોષણા કરી હતી. જે બાદ 1987માં ઓઝોન સ્તરને અવક્ષય કરનારા પદાર્થો પરના મોન્ટ્રિયલ પ્રોટોકોલ (ઠરાવ) 49/114) પર હસ્તાક્ષર કર્યાની તારીખની યાદમાં 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
પારજાંબલી કિરણો ઓઝોન પડમાંથી પરાવર્તિત થઇને મંદ પડી જાય છે, ડે કારણે માણસ સીધો સૂર્યપ્રકાશ સહન કરી શકે છે. જો ઓઝોન પડ ન હોત, તો ચામડી પર ખંજવાળ અને લાંબા ગાળે તેની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.
પૃથ્વીનાં ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડ્યા હોવાના કારણે માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરિત અસરો થઇ રહી હોવોનો વૈજ્ઞાનિક મત છે. જે કારણે વૈશ્વિક સ્તરે ઓઝોન પડના રક્ષણની દિશામાં રચનાત્મક અભિગમ ઉભો કરવાની પહેલ જોવા મળી રહી છે.
તારીખ 16 નવેમ્બર, 1987ના મોન્ટ્રિઅલ કરાર મુજબ ઓઝોન વાયુનાં પડને પાતળુ બનાવતા કે નુકસાન કરતા પદાર્થોના ઉપયોગમાં ક્રમશઃ ઘટાડો કરવાનું સ્વીકારાયું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટૂંકમાં ઓડીએસ (ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સિઝ) કહેવામાં આવે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્છસશ્વાસ માટેના કૃત્રિમ યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રિજરેટરમાં, એરકન્ડિશનરમાં, ફાયરએસ્ટિગ્યશર ડિવાઇસમાં, ફીણનો ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડિહ્યુમિડિફાયરમાં, વોટર કુલરમાં, બરફનાં મશીનમાં, કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાના માધ્યમ (સોલવન્ટ) તરીકે આવા ઓડિએસ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
રાષ્ટ્ર સમુહનાં દેશોની સામાન્ય સભાનાં ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રિઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્રતિ વર્ષે 16 સપ્ટેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવવાનુ઼ નક્કી કરવામાં આવ્યું છે.
ઉદ્યોગો તેમનાં ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે, તે મહત્વનું છે. માત્ર ઇકો ફ્રેન્ડલી સાધનો કે ડિવાઇસ જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળા સાધનો વાપરવા જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વ સ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાતહિત કરવા જોઇએ.
રેફ્રિજરેટર અને એરકન્ડિશનર સાધનોનાં નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુ સ્વરૂપને વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખુટી ગયેલા વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્ર્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન પડનું રક્ષણ કરતી કે, જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાની માહિતીનો પ્રચાર કરવો, વગેરે કાર્યક્રમો આજના દિવસે યોજવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
